ગત અઠવાડિયે જ બોમ્બે હાઈકોર્ટે આપેલા એક ચુકાદામાં કપડા ધારણ કર્યા હોય, તેવા કિસ્સામાં શરીર સાથે થતી છેડછાડને યૌન શૌષણ ગણી શકાય નહીં. તેથી તેની કલમો પણ પોલીસ કાર્યવાહી દરમિયાન દાખલ ન થવી જોઈએ તેવો હુકમ એક કેસની સુનાવણી સાથે કર્યો હતો. જો કે, બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદા પર સુપ્રીમે રોક લગાવી દીધી છે. મળતી વિગતો મુજબ શારીરિક શોષણના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગત અઠવા઼ડિયે એક સુનાવણી દરમિયાન ચુકાદો આપ્યો હતો. જેમાં યૌન શૌષણની નવી વ્યાખ્યા બહાર આવી હતી. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે રેપ કેસ અંગે આપેલા ચુકાદામાં નોંધ્યું હતુ કે, આ પ્રકારની ફરિયાદ અને તપાસમાં નીકળેલા તથ્યોને બરાબર ચકાસવા જોઈએ. ઘટના દરમિયાન થયેલી કોઈ ગતિવિધિને યૌન હુમલાની શ્રેણીમાં ગણી શકાય નહીં, જ્યારે યૌન ઈરાદાથી સ્કીન ટુ સ્કીન (ત્વચાથી ત્વચા) કનેક્ટ થઈ હોય તો જ તેને યૌન શૌષણ ગણી શકાય. બીજી કોઈ હરકતને તેની વ્યાખ્યામાં સમાવી શકાય નહીં.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, 12 વર્ષની બાળકીના સ્તન દબાવવા એ યૌન શોષણ માનવામાં આવશે નહીં, જ્યાં સુધી એ સાબિત ન થાય કે, શખ્સે બાળકીનું ટોપ ઉતાર્યુ અથવા ખોટી રીતે તેના કપડામાં હાથ નાખ્યો હોય. કોર્ટે કહ્યુ હતું કે, જો આવુ થયું છે તો બાળકી અથવા મહિલાનું સીલ ભંગ થયું છે તેવું માની શકાય. જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાની એકલ ન્યાયાધીશ પીઠે નિર્ણય સંભળાવતા નીચલી અદાલતથી વ્યક્તિને સંભળાવવામાં આવેલી સજાને ટાંકી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે, શખ્સે કપડા ઉતારી બાળકના શરીરના કોઈ ભાગને ટચ નથી કર્યા અને દબાવ્યા નથી તો એવામાં અમે યૌન ઉત્પીડનનો આરોપ માની શકીએ નહી. કોર્ટે તેના ચુકાદામાં એવી નોંધ પણ કરી હતી કે કપડા પરથી થતા સ્પર્થને લઈને કોઈ કલમો લગાવી યોગ્ય નથી. ફક્ત ટચ કરવું તે યૌન શોષણ નથી. કપડા પહેરેલા હોય તો, 12 વર્ષની બાળકીના સ્તન દબાવવા તેને યૌન શોષણ માની શકાય નહીં. તે માટે શારિરીક અડપલા જેવા શબ્દોનો ઉપયોગ કરી પોલીસ તેની કલમો લગાડી શકે છે. બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદા બાદ યુથ બાર એસો.ને સુપ્રીમ કોર્ટમાં તરત જ અરજી કરી હતી. જે અંગે બુધવારે ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી બેંચે બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી હતી. આ સમયે એડવોકેટે કોર્ટમાં કહ્યું હતુ કે, બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદા બાદ ખોટુ ઉદાહરણ દેશમાં જઈ શકે છે. તેથી તેના પર રોક લાગવી જોઈએ.