સુપ્રીમ કોર્ટે બુધવારે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસે રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવા પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. રેલવેને નોટિસ જારી કરવામાં આવી છે અને હવે આ મામલે એક સપ્તાહ બાદ સુનાવણી થશે. અરજદારોએ દાવો કર્યો છે કે તેઓ ત્યાં 100 વર્ષથી વધુ સમયથી સ્થાયી છે. રેલવેએ તેના ટ્રેકની બંને બાજુએ વસેલા આ લોકો સામે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી.
ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ નજીક કથિત ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે રેલવે સત્તાવાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી ડિમોલિશન ઝુંબેશના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે બુધવારે યથાસ્થિતિનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, સંજય કુમાર અને એસવીએન ભાટીની બેંચે આ મામલે કેન્દ્ર અને અન્યને નોટિસ જારી કરી છે.