ગુજરાત રાજ્યમાં ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત અને વલસાડમાં જયારે અમદાવાદ, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. અનેક શહેરોમાં મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે આજે સવારે હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ સુરત, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, વલસાડ, નવસારી અને અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બટોદમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.