ટીમ ઇન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલે બુધવારે જાહેર થયેલા આઇસીસી ટી-20 ઇન્ટરનેશનલ રેંકિંગમાં બેટ્સમેનની યાદીમાં પોતાનો બીજો ક્રમ યથાવત રાખ્યો છે. ત્યાં જ કેપ્ટન વિરાટ કોહલી એક ક્રમનાં ફાયદા સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. બોલરોની યાદીમાં ટૉપ 5માં ફેરબદલ થયો નથી. આ સાથે જ ટૉપ 5 બોલરોમાં કોઇ ભારતીય ખેલાડી આ વેળા દેખાયો નથી. બોલરોમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાને 736 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. બોલરોમાં ન્યૂઝીલેન્ડની ટીમનો સાઉદી છઠ્ઠા, મિશેલ સૈંટનર 7, ઇશ સોઢી 11 અને ટ્રેંટ બોલ્ડ 49માં સ્થાને યાદીમાં રહ્યા છે. જયારે ઓસ્ટ્રેલિયાના રિચર્ડસને 115માં સ્થાન સાથે યાદીમાં ફરી નોંધ કરાવી છે.
બેસ્ટમેનોમાં ઇંગ્લેન્ડના ડેવિડ મલાન (915)થી ભારતનો કેએલ રાહુલ 816 પોઇન્ટ સાથે એક ક્રમ પાછળ રહ્યો છે. વિરાટ કોહલીના 697 અંક છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીના સ્થાનોમાં બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલી સિરીઝની પહેલી 2 મેચો બાદના જાહેર થયેલા રેંકિંગમાં ખુબ જ ફેરબદલ થયા છે. પાકિસ્તાનનાં કેપ્ટન બાબાર આઝમ 801 પોઈન્ટ સાથે એક ક્રમ ઉંચે ચઢતા ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ઓસ્ટ્રિલિયાના વન-ડે અને ટી-20 કેપ્ટન આરોન ફિંચ 788 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યા છે. એ જ રીતે દક્ષિણ આફ્રિકાના કે વાન ડર ડુસેન 700 પોઈન્ટ સામે ગત યાદી કરતા એક ક્રમ આગળ ધપીને 5માં ક્રમે પહોંચ્યા છે. ન્યૂઝીલેન્ડનો ડેવન કોનવેએ શરૂઆતની મેચમાં 99 રન કરતા 46 ક્રમના ફાયદા સાથે માત્ર આંઠ મેચો બાદ જ તે 17માં સ્થાને પહોંચ્યા છે. સલામી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ 97 રનની ઇનિંગને કારણે 3 ક્રમ આગળ વધીને 11માં નંબરે પહોંચી ગયા છે. સૌથી નોંધપાત્ર ખેલ ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઇનિસ રમ્યા છે. જેઓ 77 ક્રમની મોટી છલાંગ લગાવીને 110માં ક્રમે અને મૈથ્યૂ વેડ 118માં નંબરે યાદીમાં દેખાય રહ્યા છે.