ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસબેનમાં ટેસ્ટ કરિયરની શરૂઆત કરનાર ભારતીય બોલર ટી નટરાજને ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. એક સીઝનમાં સિદ્ધિ મેળવનાર નટરાજન ભુવનેશ્વર કુમાર બાદ બીજો ભારતીય ખેલાડી છે. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગ દરમિયાન નટરાજને ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ ઝડપી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દિવસે પ્રથમ ઈનિંગ રમી હતી. જેમાં તે 369 રન બનાવી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ મેચમાં તમિલનાડુના બોલર નટરાજને ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે પોતાના પર્દાપણ ટેસ્ટમાં 78 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જયારે નટરાજને 3 વિકેટ ઝડપી 78 રન આપ્યા હતા. આ સાથે ટેસ્ટની એક ઈનિંગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતનો બીજો લેફ્ટ આર્મ ફાસ્ટર બની ગયો છે. નટરાજ માટે આ વિદેશ પ્રવાસ દરમિયાનની મેચ લાભદાયી રહી હતી. આમ તો ભારતી ક્રિકેટ બોર્ડે આ 29 વર્ષના નટરાજનને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં નેટ બોલર તરીકે મોકલ્યો હતો. ભારતના ખેલાડીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ઘણી મુશ્કેલી પડી હતી. છેલ્લાં 20-25 દિવસોમાં ભારતીય ટીમના અનેક ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા. જેથી નટરાજનને યોગ્ય પ્રદર્શન કરવાની તક મળી હતી. જેમાં તેણે ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવાની તક મળી હતી. ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટ T- 20, ODI, Testમાં નટરાજન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ભારતનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. બોલર તરીકે નટરાજન આ સિદ્ધિ મેળવાર 17મો ખેલાડી છે. આ સાથે નટરાજનનું નામ ભારતના પૂર્વ પેસર આરપી સિંહની વિશિષ્ટ ક્લબમાં સામેલ કરાયું છે.