અમદાવાદમાં મોટેરા સ્ટેડીયમને વિકસાવી તેને નવા રંગરૃપ અપાયા છે. આ મેદાન પર ઘણાં સમયથી કોઈ મેચ રમાય અને આંતર રાષ્ટ્રીય ખેલાડી આ સ્ટેડિયમને નિહાળે તેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી. હવે તે આતુરતાનો અંત આવ્યો છે. ભારત-ઇંગ્લેંડ વચ્ચે રમાનારી T 20 સ્પર્ધાની કુલ પાંચ મેચનું આયોજન આ મેદાન પર કરાયું છે. 12 માર્ચથી આ મેચની શરૃઆત થઈ જશે. દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમ મોટેરામાં મેચ જોવા માટે ક્રિક્રેટ પ્રેમીઓ આતુર છે. બીસીસીઆઇના અધિકારીના કહેવા મુજબ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝમાં ખેલાડીઓની સુરક્ષા પ્રાથમિક બાબત રહેશે. બીસીસીઆઇ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. બાયો બબલમાં પ્રવેશતા પહેલા અધિકારીઓ અને ખેલાડીઓએ કવોરેન્ટાઇનમાં રહેવું પડશે. જે બાદ પણ મેચ સાથે સંકળાયેલા તમામનો કોરોના ટેસ્ટ કરાશે. કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવશે તો જ બાયો બબલમાં એન્ટ્રી મળશે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ અને T 20 માટે માત્ર 3 ક્રિક્રેટ ગ્રાઉન્ડ પર પંસદગી ઉતારી છે. પહેલી બે ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાશે અને બાકીની બે ટેસ્ટ અમદાવાદમાં રમાડાશે. એ પછી 12 માર્ચથી તમામ T 20 મેચ અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં રમાશે.
પહેલી બે ટેસ્ટ મેચમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને પહેલાં જ કહી ચુક્યું છે છે કે પહેલી બે ટેસ્ટ મેચમાં ટિકીટનું વેચાણ થશે નહીં. T 20ની છેલ્લી મેચ 20 માર્ચે રમાશે. એ પછી 23 માર્ચથી પુના ખાતે વન-ડે મેચની શરૂઆત થશે. ભારતીય ક્રિક્રેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે મોટેરામાં રમાનારી T 20માં દર્શકોને પ્રવેશ આપવો કે નહીં તે અંગે આખરી નિર્ણય કરાયો નથી. બીસીસીઆઇમાં તે વિશે વિચારણા ચાલી રહી છે, સ્ટેડીમની ક્ષમતાના 50 ટકા દર્શકોને પ્રવેશ આપવા વિશે નિર્ણય થઈ શકે છે. મોટેરા સ્ટેડિયમાં દર્શકોની કેપેસિટી એક લાખની છે. આથી સમય યોગ્ય રહેશે તો 50000 દર્શકોને આ મેચને જીવંત જોવાની તક મળી શકે છે. ઇંગ્લેંડની સામે સીરીઝ માટે ભારતીય ટીમમાં ઓપનીંગ માટે રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ હશે. જયારે મિડલ ઓર્ડર તરીકે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિકય રહાણે, રિષભ પંત, રિદ્ધીમાન સહા, હાર્દિક પંડયા, કે એલ રાહુલની પસંદગી થઈ છે. ફાસ્ટ બોલરમાં જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમંદ સિરાજ, શાર્દુલ ઠાકુરને તક અપાઈ છે. આ સીરીઝમાં સ્પીનર બોલરમાં આર. અશ્વીન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ રમશે. ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરેલા વિરાટ કોહલી ભારત- ઇંગ્લેંડ વચ્ચેની મેચમાં પાછા ફરશે. ઉપરાંત હાર્દિક પંડયા અને ઇશાંત પણ ટીમમાં દેખાશે.
ઓસ્ટ્રેલિયામાં ચોથી ટેસ્ટ મેચ નહીં રમી શકનાર જસપ્રીત બુમરાહ અને અશ્વીનને ટીમમાં યથાવત રખાયા છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ઈજા પામેલા હનુમા વિહારીને ટીમમાં સ્થાન મળ્યું નથી. જયારે એલ રાહુલને બીજી ટેસ્ટમાં સમાવાયો છે. જો રાહુલ ફીટ રહેશે તો તેને આગળની મેચમાં જગ્યા મળી શકે છે. જયારે ટી નજરાજન અને નવદીપ સૈનીને ટીમમાં જગ્યા મળી નથી.