ICC એ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા મેન્સ T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. ટૂર્નામેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીના 7 અલગ-અલગ શહેરોમાં કુલ 45 મેચો રમાશે. 2014ની ચેમ્પિયન શ્રીલંકા 16 ઓક્ટોબરે નામીબિયા સામે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ રમશે.
T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે સિડનીમાં અને બીજી 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે. આ પ્રથમ વખત હશે જ્યારે વર્લ્ડ કપની સેમિફાઇનલ એડિલેડ ઓવલમાં રમાશે. ટૂર્નામેન્ટની ટાઇટલ મેચ 13 નવેમ્બર, 2022 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. આ મેચ ફ્લડલાઇટમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે UAE અને ઓમાનમાં આયોજિત વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
ભારતને સુપર 12માં ગ્રુપ-2માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયર સાથે રાખવામાં આવ્યું છે. ભારત આખી ટુર્નામેન્ટમાં કુલ પાંચ 5 મેચ રમશે. પ્રથમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે, બીજી 27 ઓક્ટોબરે ગ્રુપ A ના રનર અપ સાથે, ત્રીજી 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે. ટીમ ઈન્ડિયાની ચોથી મેચ 2 નવેમ્બરે બાંગ્લાદેશ સાથે અને 5મી નવેમ્બરે 6 નવેમ્બરે ગ્રુપ Bની વિજેતા સાથે થશે.