પશ્ચિમ બંગાળના હુગલીમાં કંપનીના એક કેક ડિલિવરી બૉયના પરાક્રમથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. આ નરાધમે 66 મહિલાને બ્લેકમેઇલ કરી મોહજાળમાં ફસાવીને દુષ્ક્રમ કર્યું છે. ડિલિવરી બૉયે જે મહિલાઓ સાથે બળાત્કાર કર્યો હતો તે પૈકી એક પીડિતાએ તેની આપવીતી જણાવી હતી. હુગલીમાં બહાર આવેલા આ શ્રેણીબદ્ધ રેપકાંડ અંગે મળતી વિગતો એવી છે કે, ડિલિવરી બૉય દ્વારા મહિલાઓને ફીડબેકના નામ પર બ્લેકમેઇલ કરાતી હતી. એક પીડિત મહિલાના નિવેદન બાદ તપાસ થઈ તો ભાંડો ફુટી ગયો હતો. આ આરોપીનું નામ વિશાલ વર્મા છે. જે સુમન મંડલેનો મિત્ર છે. જેણે તેનું જાતિય શોષણ કર્યું અને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પીડિતાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતુ કે, ગત 18 તારીખે એક જાણીતી કંપનીમાં ડિલિવરી બૉય તરીકે કામ કરતા યુવાને વોટ્સએપ પર તેના કેટલાક અશ્લિલ વિડીયો બતાવ્યા હતા. જે બાદ તે યુવાન તેણીને દબડાવવા માંડ્યો હતો. આરોપીએ ફીડબેકના નામે મહિલા સાથે વિડીયો કૉલ પર વાચચીત કરી હતી. આ સમયે તે યુવકે જો તેની સાથે શારીરિક સંબંધ ના બનાવ્યો તો તેના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ તેની પાસે સોનાની રિંગ અને ઘરેણા પણ માંગ્યા હતા.
દરમિયાન તેણે પીડિતાની કેટલીક વાંધાજનક તસવીરો અને વિડીયો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. એટલું જ નહીં, પીડિતાએ એ આરોપ પણ લગાવ્યો કે તેને બ્લેકમેઇલ કરવા સાથે સાથે બંદૂકની અણી પર દુષ્કર્મ પણ કરાયું છે. આરોપીએ અન્ય કેટલીય મહિલાઓ અને છોકરીઓના વાંધાજનક વિડીયો પણ તેને મોબાઇલમાં બતાવ્યા હતા. ધરપકડ થયા બાદ આરોપી વિશાલ વર્માએ પણ પોતાની મોડસ ઑપરેન્ડી વિશે કબૂલાત કરી લીધી હતી. પોલીસ સમક્ષ તેણે કેફિયત કરી હતી કે, ફીડબેકના નામે વિડીયો કૉલ કરવા દરમિયાન મહિલાઓના કેટલાક વાંધાજનક ફોટા અને વિડીયો તે બતાવતો હતો. જે બાદ મહિલાઓને બ્લેકમેઇલ કરાતી હતી.