ભારત સહિત દુનિયાના કેટલાક દેશમાં કોરોના ફરી ઉપાડો લઈ રહ્યાનું વર્તાય રહ્યું છે. કોરોના સામેના જંગમાં દુનિયાભરમાં રસીકરણ ચાલી રહ્યું છે. તેવા સમયે કોરોનાના કેસની વધી રહેલી સંખ્યા ચિંતાજનક છે. ભારતમાં હાલ 15 રાજ્યોમાં ધીમે પગલે કોરોનાની સંખ્યા વધવા માંડી છે. આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે, દુનિયાને હવે કોરોના ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે તેવી આશા છે. પરંતુ તે સત્ય નથી. કોરોના સામે દુનિયાના મોટાભાગના દેશો જંગ લડી રહ્યા છે. રસીકરણનો તબક્કો પણ આ માટે મહત્વનો છે. પરંતુ તેનાથી કોરોના સંપૂર્ણપણે ખતમ થઈ જશે તેવી આશા વધુ પડતી છે. ભારત સહિત દુનિયાના અનેક દેશમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા છે.
WHOના ઈમરજન્સી વિભાગના ડાયરેક્ટર ડૉ.માયકલ રયાના જણાવ્યા મુજબ કોરોના વાયરસ 2021ના અંત સુધીમાં ખતમ થઈ જાય તેમ નથી. જો આપણે સતર્કતાથી કામ લઈશુ તો હોસ્પિટલમાં એડમીટ થઈ રહેલા દર્દીઓની સંખ્યા, મહામારી સંબંધીત અવસાન તથા અન્ય મુશ્કેલીઓને મોટાપાયે ઓછી કરી શકાશે તે નિશ્ચિત છે. વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથનના કહ્યા પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાની વૈશ્વિક રસીની યોજના કોવૈક્સનું ધ્યેય વર્ષ 2021ના અંત સુધીમાં મહામારીના આ તબક્કાને ખતમ કરવાનો છે. ભારત જેવા દેશમાં કોરાના ફરી પ્રસરરી રહ્યા છે. બુધવારે ત્યાં 14000થી વધારે કેસ નોંધાયા હતા. જયારે એક્ટિવ કેસની સંખ્યા હવે વધીને 170126 ઉપર પહોંચી હતી. ભારતમાં રસીકરણ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. માર્ચ મહિનામાં ચાલી રહેલા તબક્કામાં દેશના વૃદ્ધો તથા નેતાઓને રસી મુકાઈ જશે.