15 મહિનાથી કોરોના સામે ઝઝૂમી રહેલી દુનિયાએ હવે કોરોના સામે અસરકારક રીતે લડવા માટે વેકસીનેશનને જ મોટુ હથિયાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અનેક દેશમાં વેકસીનેશનને ઝડપી બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકાએ હાલ મોટાભાગનું વેકસીનેશનનું કામ પુરુ કર્યું છે. અને સાથે જ બે ડોઝ લીધા હોય તેવા નાગરિકો માટે માસ્કમાંથી મુક્તિ આપવની જાહેરાત પણ કરી છે. ભારત જેવા દેશમાં કોરોનાની વેક્સિનેસન પ્રક્રિયા તદન મંદ ગતિએ ચાલી રહી છે. આવા સમયે ઓહિયામાં શાસકોએ વેકસીનેશનને પ્રોત્સાહન આપવા વિશેષ આયોજન કર્યું છે. દેશમાં વસતા 35 વર્ષથી ઓછી વયના લોકો માટે ખાસ ઓફર કરવામાં આવી છે. અમેરિકાના આ શહેરમાં શાસકોએ આપેલી ઓફરની આખુ વિશ્વ નોંધ લઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમણે ઓહિયોની આ યોજના પહેલાં અન્ય રાજ્યો અને સ્થાનિક સરકારોએ લોકોને આ રસી આપવા માટે આર્થિક મદદની ઘોષણા કરી છે. એપ્રિલ મહિનામાં વેસ્ટ વર્જિનિયાના રાજ્યપાલ જ્યોર્જ જસ્ટિસ દ્વારા પણ આ પ્રકારે રસીકરણને પ્રોત્સાહન હેત ઘોષણા કરાઈ હતી. ઓહિયો શહેરના રાજ્યપાલે તાજેતરમાં જ એક ટ્વીટની મદદથી જાહેરાત કરી છે. એક તરફ જ્યાં ભારતના સેલિબ્રિટીઓ લોકોને રસીકરણ માટે અપીલ કરી રહ્યા છે, ત્યારે યુએસમાં વેક્સિન લગાવવા પર લોકોને બેસબોલ ગેમ્સની મફત ટિકિટ, બિઅર, ફ્રેન્ચ ફ્રાઈસ અને મફત ગાંજો આપવાનું પ્રલોભન આપવામાં આવી રહ્યું છે. ઓહિયોના લોકો માટે તો કોવિડની રસી મુકાવો તો 10 લાખ રૂપિયા જીતવાની તક આપવામા આવી છે.
રાજ્યપાલ માઇક ડ્વીને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, 26 મેથી તે કોરોના વાયરસ રાહત ભંડોળમાંથી લોટરીની ઘોષણા કરશે. આ યોજના મુજબ શહેરના લોકો કે જેમણે એક ડોઝ લીધો છે તે તમામ આ લોટરી જીતવા માટે લાયકાત ધરાવતા થઈ જશે. આ લોટરીનો ડ્રો દર સપ્તાહે બુધવારે કરાશે. અને તે જ દિવસે તેના પરિણામની જાહેરાત પણ કરી દેવાશે. આ લોટરી આવતા 5 અઠવાડિયા સુધી ચાલશે. પ્રત્યેક લોટરીના વિજેતાને 10 લાખ રૂપિયાનું ઇનામ અપાશે. કોરોના રાહત ભંડોળમાંથી આ રીતે 50 લાખ રૂપિયાની વહેંચણી કરવામાં આવનાર છે. અમારી લોટરીની આ યોજનાથી લોકોને રસી મુકાવવા પ્રોત્સાહન મળશે.
ઓહિયોના અધિકારીએ જિમે એવી જાહેરાત પણ કરી હતી કે જો 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી લગાવે છે તો તેઓને 100 ડોલરના સેવિંગ બોન્ડ આપવામાં આવશે. અગાઉ જ્યોર્જિયા શહેરના વહીવટીતંત્રએ આ વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે જો શહેરના લોકો કોરોના રસી એક વાર પણ લગાવે તો તેઓ વોલમાર્ટ ખાતે 200 ડોલરના ગિફ્ટ કાર્ડ માટે દાવેદારી કરી શકે છે.
એક કરોડની વસ્તી ધરાવતા ઓહિયો શહેરમાં અત્યાર સુધીમાં 90 લાખથી વધુ લોકોએ રસી મુકાવી દીધી છે.