અત્યાર સુધી આપણે મહિલા કે યુવતીના ફોટો અને વીડિયો ઉતારીને કે પછી તેના ફોટો સાથે છેડછાડ કરીને અશ્લીલતા ઉમેરીને કેટલાક વિકૃતો પૈસા પડાવતા હોવાની કે હેરાનગતિ કરતા હોવાની ફરિયાદો સાંભળી છે. જો કે, હવે ઉલ્ટી ગંગા વહી હોય તેમ હાલના એક કિસ્સામાં મુખ્ય ખેલાડી યુવતી છે અને તેની કરતૂતનો ભોગ એક યુવાન બન્યો છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં બનેલી એક ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, એક છોકરીએ પહેલા યુવકને બહેકાવીને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. જે બાદ તે યુવતીએ યુવકને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા માંગ્યા હતા. યુવતીના ત્રાસથી કંટાળેલા યુવકે આખરે પોલીસનું શરણું લીધું છે. પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ દાખલ કરાઈ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવક દીક્ષિતપુરા વિસ્તારનો રહેવાસી છે. આ યુવક તે જ વિસ્તારમાં કાચિયાનામાં પ્રિંટિંગની દુકાનનું સંચાલન કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. લગભગ 15 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર તેને એક છોકરી સાથે મિત્રતા થઈ હતી. દરમિયાન બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધ્યો હતો. આખરે છોકરીએ વીડિયો કોલ કરવા મેસેજ આપતા જ યુવક ખુશ થઈ ગયો હતો. જો કે, તે યુવકને પોતે ફસાઈ જશે તેવો જરાય અંદેશો ન હતો. આ સમયે યુવતીએ તે યુવક સામે શરત રાખી હતી કે જો તે ન્યુડ થઈને વીડિયો કોલ કરશે, ત્યારે જ તે ચહેરો દેખાડશે.
યુવતીની વાતમાં આવેલી ગયેલો યુવકે નગ્ન થઈને વીડિયો કોલ કર્યો તો સામેથી તે છોકરીએ દ્રશ્યોની ક્લિપ ઉતારી રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ તે યુવતી તેને બ્લેકમેલ કરવા માંડી હતી. પોલીસ ફરિયાદમાં યુવકે આરોપ મુક્યો છે કે, છોકરી તેની પાસેથી વીડિયો વાયરલ ન કરવાના બદલામાં 20 હજાર રૂપિયા માંગી રહી હતી. જ્યારે તેણે છોકરીને પૈસા ન આપ્યા તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાયો હતો. કેસની તપાસ કરી રહેલા SI સંતરામ બાગરીએ જણાવ્યું હતું કે યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરાવાયો છે. હવે આ કેસમાં સાઇબર સેલની મદદ લઈને વધુ તપાસ થઈ રહી છે. આ કેસમાં આખરે બ્લેકમેલર કોણ છે ? તે વિશે પણ પોલીસને શંકા છે.