મલેશિયાની એરલાઇન્સ કંપની એર એશિયા બેરહાદ એર એશિયા ઇન્ડિયાનો 32.67% હિસ્સો ટાટા સન્સે ખરીદ્યો છે. જે માટે ટાટા સન્સે એર એશિયાને 37.66 મિલિયન ડોલર એટલે કે 276.10 કરોડ આપ્યા છે. ટાટા સન્સની આ ડીલ પછી હવે એર એશિયા બેરહાદનો હિસ્સો ફક્ત 16.33% થઈ ગયો છે. એર એશિયા બેરહાદે જણાવ્યું હતું કે તે તેના બાકીના 16.33% હિસ્સા વેચવા માટે બે તબક્કામાં વિકલ્પ આપવા વિચારણા થઈ રહી છે. એર એશિયા તેનો બાકીનો 16.33% હિસ્સો બેરહાદ એએઈએલમાં વેચવા માટે 1 માર્ચ 2022થી 30 મે 2022ની વચ્ચે કાર્યવાહી કરે તેવી સંભાવના છે. જે બાદ 1 ઓક્ટોબર 2022થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે.
મલેશિયન સ્ટોક એક્સચેંજ બ્રુઝા મલેશિયાને ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, એર એશિયા ઇન્ડિયા લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 29 ડિસેમ્બરે AAILમાં રૂ .10ની કિંમતવાળા 49 કરોડ શેર ટાટા સન્સ લિમિટેડને વેચ્યા છે. જે માટે કાયદેસરનો શેર પરચેજ એગ્રિમેન્ટ કરાયો છે.
હિસ્સો વેચતાં પહેલાં એર એશિયા બેરહાદની AAILમાં 49% ભાગીદારી હતી. જયારે ટાટા સન્સનો તેમાં 51% હિસ્સોનો વિધિવત રીતે જોવા મળતો હતો. પરંતુ આ ડીલ બાદ કંપનીમાં ટાટા સન્સની ભાગીદારી વધીને 83.67% થઈ ગઈ છે.
બીજી તરફ એર એશિયા બેરહાદને તેની બાકીના 16.33% હિસ્સામાંથી 18.83 મિલિયન ડોલર એટલે કે રૂ. 138.27 કરોડ પ્રાપ્ત થશે. ટાટા સન્સે કરેલા સોદાથી એર એશિયા બેરહાદ થોડી નારાજ થયાનું જણાય છે. કંપનીએ જણાવ્યું હતું કે, જો ટાટા સન્સ 31 માર્ચ પહેલાં સોદા બંધ નહીં કરે તો શેર ખરીદી કરાર રદ કરાશે.