ભારત સહિત દુનિયામાં ફુંકાતા વાવાઝોડાને સંશોધકો જુદા જુદા નામ આપતા હોય છે. જેથી કરીને તેની ઓળખ કાયમ રહે અને એકબીજા દેશ કે પ્રદેશને સંદેશો આપવા માટે સરળતા રહે. ગત અઠવાડિયે ભારતના પશ્ચિમ અને દક્ષિણના વિસ્તારોમાં તાઉતે નામનું વાવાઝોડું ફૂંકાયું હતુ.આ વાવાઝોડાને કારણે ભારતના ગોવા, દમણ અને અન્ય ટાપુઓ ઉપરાંત કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત તથા કર્ણાટક સહિતના વિસ્તારમાં ભારે વિનાશ વેરાયો છે. તાઉ તે પછી હવે યાસ નામનુ વાવાઝોડું બુધ કે ગુરુવારે પશ્મિમ બંગાળ તેમજ ઓરિસ્સામાં ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડાની આગાહીને પગલે ભારત સરકાર અને બંગાળ તેમજ ઓરિસ્સા સરકારે વિશેષ તૈયારી કરી છે. અત્યાર સુધીમાં એનડીઆરએફની ટુકડીને તૈનાત કરવા સાથે અનેક દરિયાકાઠા વિસ્તારમાંથી સ્થળાંતર કરાવાયું છે.
યાસ પછી હવે ગુલાબ નામનું ચક્રવાત ફંકાશે તેવી આગાહી પણ થઈ રહી છે. આ ચક્રવાત વાવાઝોડાનું નામ પહેલાથી જ આપી દેવાયું છે. આ વખતે પાકિસ્તાનના સંશોધકોએ વાવાઝોડાની આગાહી કરી હોય, નામ પણ તેઓએ જ આપ્યું છે. ભારતમાં મીડિયા સમક્ષ આ માહિતી હેમચંદ યાદવ યુનિવર્સિટીના આચાર્ય અને ભૂસ્તરશાસ્ત્રી ડો. પ્રશાંત શ્રીવાસ્તવે જાહેર કરી છે. તેમણે કહ્યું હતુ કે, અરબ સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ઉદભવતા ચક્રવાતી તોફાનોના નામ આપવાની પ્રક્રિયા અલગ અલગ છે. જયારે કોઈ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 40 માઇલથી વધુ હોય, ત્યારે ચક્રવાતી વાવાઝોડાને આ સૂચિમાંથી કોઈએક નામ સાથે જોડી દેવાય છે.
નવી દિલ્હીના હવામાન કેન્દ્ર દ્વારા વર્ષ 2020ના મધ્યમાં એશિયન દેશો દ્વારા અપાયેલા નામોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં તાજેતરના આવેલા તાઉ તે નું સ્થાન પાંચમું હતું. આ નામ મ્યાનમાર દ્વારા નક્કી કરાયું હતુ. તાઉ તે તો ખરો અર્થ તો ખતરનાક ગરોળી છે અને તે બર્મી ભાષાનો શબ્દ છે. જયારે આવનારા બીજા વાવાઝોડનું નામ હવે યાસ રખાયું છે. અને યાસ બાદ ફુંકાનારા ચક્રવાતને ગુલાબ તરીકે ઓળખવામાં આવશે. હવે 2021માં જે ચક્રવાત આવનાર છે તેના નામ અનેક દેશે જાહેર કર્યા છે. જેમાં ઓમાને સુચવેલું નામ યાસ, પાકિસ્તાને આપેલું નામ ગુલાબ, કતારે આપેલુ નાન શાહીન, સાઉદી અરબે સુચવેલું નામ જાવદ તથા શ્રીલંકાએ અસાની, થાઇલેન્ડે સિતરંગ તથા સંયુક્ત આરબ અમીરાતે મંદોંસ અને યમને સુચવેલા નામ મોચા હોવાનું જાણવા મળ્યું છે. જયારે આ પહેલા આવી ચુકેલા વાવાઝોડાંમાં નિસર્ગ (બાંગ્લાદેશ), ગતિ (ભારત), નિવાર (ઈરાન) અને બુરેવી (માલદીવ) તરીકે નામ અપાઈ ચુક્યા છે.