• Tue. Feb 18th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે ચેટિંગનો અનુભવ બદલાશે અને કોન્ટેક્ટ સેવ કરવાનું થશે સરળ

વોટ્સએપે તેના યુઝર્સની સુવિધા માટે એક નવા ફીચરની જાહેરાત કરી છે, જેનું નામ કોન્ટેક્ટ મેનેજર છે. તેની મદદથી યુઝર્સ તેમના કોન્ટેક્ટ્સને સરળતાથી મેનેજ કરી શકશે. હવે કોન્ટેક્ટ્સને વોટ્સએપમાં જ સેવ કરી શકાશે. અત્યાર સુધી મોબાઈલ કોન્ટેક્ટ એક્સેસ કરવા માટે મેસેજિંગ એપનો ઉપયોગ થતો હતો. ટૂંક સમયમાં આ ફીચરની અપડેટ તમામ યુઝર્સ સુધી પહોંચી જશે.

વોટ્સએપના નવા ફીચર હેઠળ યુઝર્સ મેસેજિંગ એપમાં જ સરળતાથી કોન્ટેક્ટ સેવ કરી શકશે, જેની ડિમાન્ડ ઘણા સમયથી હતી. અગાઉ, ઘણા યુઝર્સ કોન્ટેક્ટને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો કારણ કે WhatsApp ફોન બુકના કોન્ટેક્ટને એક્સેસ કરતું હતું. ફોન કોન્ટેક્ટમાંથી નંબર ડિલીટ કર્યા બાદ તે નામ પણ વોટ્સએપ પરથી ગાયબ થઈ ગયું હતું.

જો યૂઝર્સ તેમનો સ્માર્ટફોન ખોવાઈ જાય છે અથવા તેમનું ડિવાઈસ બદલાય છે, તો કોન્ટેક્ટ પણ શેર કરવા પડશે. જ્યારે કોન્ટેક્ટ શેર નહોતા થતા ત્યારે વોટ્સએપ પર નામના બદલે નંબરો દેખાતા હતા, પરંતુ હવે નવા અપડેટ સાથે વોટ્સએપમાં સેવ થયેલા કોન્ટેક્ટ્સ અન્ય ડિવાઈસ પર આપમેળે મળી જશે.

કંપનીએ કહ્યું કે, વોટ્સએપ કોન્ટેક્ટનું આ ફીચર તે લોકો માટે ઉપયોગી સાબિત થશે, જ્યારે તેઓ પોતાનો હેન્ડસેટ અન્ય લોકો સાથે શેર કરે છે અથવા જ્યારે તેઓ એકથી વધુ વોટ્સએપ એકાઉન્ટ ચલાવે છે, તો યુઝર તેમના અંગત અને બિઝનેસ કોન્ટેક્ટને અલગ-અલગ રાખી શકશે.