તિરુચિરાપલ્લી અને શારજહાં વચ્ચે ઉડાન ભરનાર ફ્લાઈટ 613માં કોઈ ટેકનિકલ ખામી હતી, ત્યારબાદ તેને તિરુવનંતપુરમમાં લેન્ડ કરવામાં આવી હતી.
ત્રિચીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટે સોમવારે કેરળના તિરુવનંતપુરમમાં સાવચેતીભર્યું લેન્ડિંગ કર્યું હતું. જણાવવામાં આવ્યું છે કે ફ્લાઈટ 613માં કોઈ ટેકનિકલ ખામી હતી, ત્યારબાદ તેને તિરુવનંતપુરમમાં લેન્ડ કરવામાં આવી હતી. વિમાનમાં 154 મુસાફરો સવાર હતા.
અહેવાલ છે કે વિમાને તામિલનાડુના તિરુચિરાપલ્લીથી સવારે 10.45 વાગ્યે ઉડાન ભરી હતી. તેના થોડા સમય બાદ અહીંના એરપોર્ટ ઓથોરિટીએ સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી.