મોડાસા : મોડાસામાં ગુરુવારે સાંજે ચાર રસ્તા પર મોટેલમાં રોકાયેલા પરપ્રાંતીય યુવક-યુવતી વચ્ચે થયેલી તકરારે ભારે તમાશો સર્જી દીધો હતો. આ સમયે લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતુ. જો કે, યુવતીએ આ સમયે કોઈની પણ પરવા કર્યા વગર યુવકને કહ્યું હતુ કે તેરે સે શાદી કરને કે બાદ મેરે કો યહી દીન દેખને થે. જો કે, તે પછી કોઈ રીતે મામલો થાળે પડી ગયો હતો અને યુવક તે યુવતીને પોતાની સાથે લઈને મોટેલમાં જતો રહ્યો હતો. ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોડાસામાં ગુરુવારે સાંજે મોટેલમાં રોકાયેલા યુવક-યુવતી વચ્ચે તમાશો થયો હતો. મોડાસા ચાર રસ્તા ઉપર સ્વરૂપવાન યુવતી ઉભી હતી. આ સમયે એક યુવક તે યુવતી પાસે આવી પહોંચ્યો હતો. આ દ્રશ્ય યુવતી સાથે મોટેલમાં રોકાયેલો યુવક જોઈ ગયો હતો. આથી તે યુવક સ્કૂટી લઈને યુવતીને મળવા આવ્યો હોવાની શંકા ઉભી થઈ હતી. જે બાદ યુવક અને યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા સાથે વાત વણસી હતી. યુવતી સતત તેને મળવા કોઈ યુવક આવ્યો ન હોવાનું ગાણુ ગાતી રહી હતી. આમ છતાં યુવક તે યુવતીની વાત માનવા તૈયાર થતો ન હતો. આખરે યુવક-યુવતી વચ્ચે થયેલી તકરારે ચોમાસાનું સ્વરૃપધારણ કરી લીધું હતુ.
જેને કારણે ત્યા સ્થળ પર ટોળું ભેગું થઈ ગયું હતુ. આ દરમિયાન એક દુકાનદાર મધ્યસ્થી કરાવવા પહોંચ્યો હતો. જો કે, યુવતી સાથે રહેલા યુવકે દુકાનદાર સાથે બીભસ્ત વર્તન કર્યું હતું. યુવક યુવતીને તેરે શે શાદી કરીને મૈંને ફીર ભી યહી દીન દેખને થે, કહી જોર જોરથી બૂમો પાડીને કહેતો રહ્યો હતો. જો કે, તે પછી યુવતીને બાહોમાં લઇને તે યુવક મોટેલમાં જતો રહ્યો હતો. મોડાસામાં આ કિસ્સાથી લોકોને ભરપુર મનોરંજન મળ્યું હતુ. યુવક-યુવતી વચ્ચે રકઝક થતા કેટલાકે તેનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. યુવક-યુવતીએ પ્રેમલગ્ન કર્યા પછી મોટેલમાં રોકાયા હોવાની અને યુવક નશામાં હોવાની વાત સ્થાનિકોએ જણાવી હતી.