બુલેટની સવારી જ કંઇક ઓર છે. ઘણા લોકોને બુલેટ પર નીકળવાનું જાણે એક રાજી મોભ્ભો હોય એમ લાગે છે. જો કે હવે બુલેટ ખરીદવાનું સપનું હોય તો તમારે માટે આ એક માઠા સમાચાર છે. હવે રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350ના ભાવમાં વધારો કરાયો છે. ગયા વર્ષે બુલેટ એન્ફિલ્ડ ક્લાસિક 350 BS6 એન્જિન સાથે એપ્રિલ 2020માં લોન્ચ કરાયું હતું. હવે આ મોડેલનું નેકસ્ટ જનરેશન મોડેલ લોન્ચ કરવા માટે કંપની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ આ મોડેલના ભાવમાં 8362 રૂપિયાનો વધારો કર્યો છે. રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 35દનો પ્રારંભિક ભાવ 179782 રૂપિયા હતો. ગયા એપ્રિલમાં પણ આ બાઇકના ભાવમાં 5992 રૂપિયાનો વધારો કરાયો હતો. એબીએસ સ્ટીલ બ્લેક એન્ડ ક્રમો બ્લેક વેરિયન્ટથી સજ્જ આ બુલેટ ખરીદવા માટે હવે ગ્રાહકોએ નવા ભાવ વધારા સાથે 206962 રૂપિયા ચૂકવવા પડશે.
જો કે આ મોડેલમાં કંપનીએ તેના એન્જિનમાં ફેરફાર કર્યા છે. રોયલ એન્ફિલ્ડ બુલેટના આ મોડેલમાં નવું 349 સીસીનું સિંગલ સિલિન્ડર એર કૂલર લોંગ સ્ટ્રોક એન્જિન બેસાડ્યું છે. આ એન્જિન 20.2 બીએચપી પાવર અને 27 એનએમ પિક અપ ટોર્ક જનરેટ કરી શકે છે. 5 સ્પિડ ગીયર બોક્સ સાથે ઓ મોડેલ લોન્ચ કરાશે. નવી ક્લાસિક 350 બુલેટ વધુ વાઇબ્રેશન નહીં કરે તેને કારણે તેને ચલાવનારાઓ તેનો વૈભવ માણી શકશે.
ઉપરાંત ક્લાસિક 350 બુલેટનું સૌથી પસંદ પડે એવું ફિચર તેની નવી ટ્રીપર નેવિગેશન સિસ્ટમ છે. આ સિસ્ટમને કારણે બુલેટ ચાલક તેના સ્માર્ટફોનમાં રોયલ એન્ફિલ્ડ એપ ડાઉનલોડ કરી નેવિગેશન સહિતના અન્ય ફિચર્સનો ઉપયોગ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની મદદથી કરી શકશે. આ બાઇકનો અનુભવ કેવો રહેશે એ તો સમય જ કહેશે. પરંતુ બુલેટના ચાહકો હોય તેને જ આ ઊંચી કિંમતથી બુલેટ ખરીદવી પોસાય એમ છે. એ સંજોગોમાં આ નવી ક્લાસિક બુલેટી ખરીદી કેટલી થાય છે, તેના પર નજર રાખવાથી ઘણા આર્થિક તથા બુલેટની પસંદ અંગેના વિશ્લેષણ મળી શકે એમ છે.