આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા પોતાના વિવિધ પ્રકારના પડતર પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ગુજરાતનાં આશા વર્કર–ફેસીલીએટર બહેનોએ સરકાર સમક્ષ, વિવિધ પ્રકારના પડતર પ્રશ્નો અંગે માંગણી આ બાબતે ત્વરીત નિર્ણય કરવા માંગ કરી છે અને જો ૧૦ મી સપ્ટે. સુધી કોઈ બેઠક ન યોજાય કે પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ગાંધીનગર માં વિશાળ રેલી- હડતાળ સહિતનાં કાર્યક્રમો અપાશે તેવી ચીમકી આપવામાં આવી હતી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન ધ્વારા ગુજરાતનાં ગામડે ગામડે તથા શહેરોની ગરીબ વસ્તીમાં આરોગ્યની કપરી કામગીરી બજાવતા, આરોગ્ય વિભાગની આશા વર્કર અને ફૈસીલીએટર, અર્બન બહેનોની વ્યથા અને પડતર પ્રશ્નો રજૂ કર્યા હતા અગાઉ અનેક વખત રજુઆતો કરાઈ હોવાનું જણાવ્યું હતું બહેનો એ આવેદન માં જણાવ્યું હતું કે સૌથી દુ:ખદ બાબત એ છે કે, દેશનાં માનનીય વડાપ્રધાનએ મનકી બાતનાં કાર્યક્રમમાં, કોરોના રસીકરણનાં ૧૦૦ કરોડનાં લક્ષ્યાંકમાં પહોંચવા માટે આરોગ્ય વર્કરો આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોની દિલથી પ્રસંશા કરી પરંતુ ગુજરાતમાં આ આશા વર્કરો અને ફેસીલીએટર/અર્બન બહેનોને નિયમીત રીતે ઈન્સેન્ટીવ ચૂકવાતા નથી, અને મશ્કરકીરૂપ માસીક ઈન્સેન્ટીવ ચૂકવાય છે. જે શોષણ છે જેવા અનેક પ્રશ્ર્નો ને લઈને આવેદન પત્ર આપ્યું હતું