કોરોનાનું સંકટ હજી પુરેપુરુ ટળ્યું ન હોવા છતાં આંતર રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનો થઈ રહ્યા છે. જો કે,
કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈને કાર્યક્રમમાં સતત બદલાવ કરવાની ફરજ પડી2 રહી છે. એશિયા કપ 2021
ટૂર્નામેન્ટને હવે 2023 સુધી લંબાવી દેવાઈ છે. એશિયામાં સમાવિષ્ટ અને આંતર રાષ્ટ્રીય મેચ રમતી ચાર દેશનોની ટીમ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલે મીડિયા સમક્ષ કહ્યું હતુ કે, બોર્ડે તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એશિયા કપને 2023માં યોજવાનો નિર્ણય લીધો છે. હાલ આ ટૂર્નામેન્ટ કોવિડને કારણે મુલતવી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. 2023માં ટૂર્નામેન્ટનું આયોજન કરવા તમામ ટીમના હીતમાં રહેશે.
મળતી વિગતો મુજબ એશિયા કપ સ્પર્ધા યોજવા માટે 2023નું વર્ષ નક્કી કરાયું હતુ. હવે પછી તેનીતારીખોની પુષ્ટિ
કરવામાં આવશે. આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન ટી 20 ફોર્મેટમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ
પહેલા કરવાની ઈચ્છા હતી. કારણ કે 2018થી આ ટૂર્નામેન્ટ કોઈને કોઈ કારણસર મુલતવી રખાઈ છે. પાછલા
બે એશિયા કપમાં ભારતે ખિતાબ જીત્યો છે. આ વર્ષે મહાદ્વિપિય ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડાઈ હતી, પરંતુ ત્યાં કોવિડના કેસ વધી જતાં ટૂર્નામેન્ટને રદ કરવાની નોબત આવી છે.