ભારતીય ગણિતશાત્રી નિખિલ શ્રીવાસ્તવની અમેરિકામાં માઇકલ શીલા હેલ્ડ પારિતોષિક માટે પસંદગી કરાઈ છે. કેડિસન-સિંગર પ્રોબ્લેમ અને રામાનુજમ ગ્રાફ પર કામ કરી રહેલા નિખિલની આ સિદ્ધિની જાણ ભારતમાં થતાં ભારતે ગર્વ અનુભવ્યો છે. આ એવોર્ડમાં એક લાખ ડૉલર્સ અને ચંદ્રક એનાયત કરવાની પ્રથા અમેરિકામાં ચાલી આવી છે. હાલમાં અન્ય બે ગણિતશાસ્ત્રી સાથે ભારતીય ગણિતશાત્રી નિખિલ શ્રીવાસ્તવને માઇકલ એન્ડ શીલા હેલ્ડ પારિતોષિક માટે પસંદ કરાયા છે. આ ત્રણેય ગણિતશાસ્ત્રી લાંબા સમયથી કેડિસન-સિંગર પ્રોબ્લેમ અને રામાનુજમ ગ્રાફ વિશે સંશોધન કરે છે. જેમાં લીનીયર એેલ્જિબ્રા, જ્યોમેટ્રી ઑફ પોલીનોમીઅલ્સ અને ગ્રાફ થિયરી અંગે ત્રણેય સંશોધકો કાર્ય કરી રહ્યા છે. નિખિલ લાંબા સમયથી કેડિસન-સિંગર પ્રોબ્લેમ અને રામાનુજમ ગ્રાફ વિશેના રિસર્ચમાં જોતરાયા છે. ઇકોલ પોલિટેક્નિક ફેટરલ ડી લૉસાનેના એડમ માર્ક્સ, યેલ યુનિવર્સિટીના ડેનિયલ એલન સ્પીલમેન અને બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા ગણિતજ્ઞ નિખિલ શ્રીવાસ્તવની એવોર્ડ માટે પસંદગી કરવા અંગે અમેરિકાની નેશનલ એકેડેમી ઑફ સાયન્સીઝના નિવેદનમાં વિધિવત ઉલ્લેખ કરાયો છે. ભારતીય મુળના યુવાનની આ સિદ્ધિથી અમેરિકામાં વસતા ભારતીયોમાં આનંદની લાગણી છવાય છે.