ખંભાળીયા ગ્રામ પંચાયતના સરપંચે 75માં સ્વતંત્રતા દિવસની આમંત્રણ પત્રિકામાં 2021ના બદલે 2020નો ઉલ્લેખ કરતાં સોશ્યિલ મીડિયામાં હાસ્યાસ્પદ બન્યા
વાંસદા
નવસારી જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતો છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ રીતે વિવાદોમાં સપડાયા જ કરતી હોય છે ત્યારે હાલમાં જ વાંસદા તાલુકાની એક ગ્રામ પંચાયતના સરપંચ સોશ્યિલ મીડિયામાં ભારે હાસ્યાસ્પદ બનવા સાથે ટીકા પાત્ર બન્યા છે.
વાત એમ છે કવ આજરોજ દેશ જ્યારે 15મી ઓગસ્ટ, 2021ના રોજ 75મો સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યું છે ત્યારે વાંસદા તાલુકાની ખંભાળીયા ગ્રામ પંચાયત દ્વારા 75માં આઝાદીપર્વ સ્વાતંત્ર્ય દિનની આમંત્રણપત્રિકાનો જ ફોટો સોસીયલ મીડિયા પર વાયરલ થતાની સાથે હાસ્યાસ્પદ અને ટીકાનું પાત્ર બનવા પામ્યો છે
વાંસદા તાલુકાની ખંભાળીયા ગ્રામ પંચાયતનો વહીવટ જનતામાં મજાકનું કેન્દ્ર બનવા પામ્યો છે. ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખંભાળીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુરેખાબેન પટેલના નામજોગની આમંત્રણ પત્રિકા સોસીયલ મીડિયામાં વાયરલ થવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ૭૫માં સ્વાતંત્ર્યપર્વ સાથે જોડાયેલ આ આમંત્રણ પત્રિકામાં ગંભીર ક્ષતિ જોવા મળી રહી છે. સોસીયલ મીડિયામાં વાયરલ થયેલ આ પત્રિકામાં ૭૫મો સ્વાતંત્ર્યદિનનો ઉલ્લેખ તો છે પરંતુ હાલ વર્તમાનમાં ભારત દેશ 2021ની સાલમાં 75મો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ખભાંલીયા ગ્રામ પંચાયતના શાસકો એક વર્ષ પાછળ એટલે કે ભૂતકાળમાં જઈ 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે. અને ગ્રામ પંચાયત દ્વારા છાપવામાં આવેલી આમંત્રણ પત્રિકા પર 2021ના બદલે વર્ષ 2020 જ જોવા મળી રહી છે.
આ ગંભીર બેદરકારીની તાલુકા વિકાસ અધિકારીએ સત્યતા ચકાસવાની આવશ્યકતા વર્તાય રહી છે.આ વાયરલ થયેલ પત્રિકા જ જો આમંત્રિત મહેમાનોને વહેંચવામાં આવી હોય તો ગ્રામ પંચાયતના શાસકોનો વહીવટની સમીક્ષા બાબતે આ પત્રિકા જ ઘણું બધું કહી જાય છે.