અમેરિકન બેંક સિટી બેંકથી બેંકિંગના ઇતિહાસની સૌથી મોટી ભૂલ થતા કંપનીને ફાયદો થયો હતો. જયારે ભૂલની કિંમત સિટી બેંકે લગભગ 500 મિલિયન ડૉલર ગુમાવીને ચુકવવી પડી છે. અમેરિકન બેંક સિટી બેંકે ગત વર્ષે 900 મિલિયન ડૉલર કોસ્મેટિક કંપની રેવલોનને ઉધાર આપનારના ખાતામા ભૂલથી ટ્રાંસફર કરી દીધા હતા. આ મામલે સિટી બેંકે કોર્ટનો દરવાજો ખખડાવીને રૂપિયા પરત માંગતા કોર્ટમા કાર્યવાહી પણ થઈ હતી. જો કે, અમેરિકન કોર્ટે સિટી બેંક વિરૂદ્ધ ચુકાદો આપી દેતા બેંકે તે નાણા ગુવાવવા પડ્યા છે. કોર્ટે પોતાના ચુકાદામા બેંકિંગ ઇતિહાસમાં અમેરિકન સીટી બેંકે કરેલી ભૂલને સૌથી મોટી ભૂલ લેખાવી હતી. સુત્રો પાસેથી મળતા અહેવાલો મુજબ સિટી બેંકએ ઓગસ્ટ 2020માં પૈસા પરત લેવા માટે કેસ નોંધાવી દીધો તે છતા બેંકને 500 મિલિયન ડૉલર પાછા મળ્યા નહીં.
ઓગસ્ટ 2020માં કોસ્મેટિક કંપની રેવલોનના લોન એડમિનિસ્ટ્રેટિવ એજન્ટ તરીકે કામ કરતી 10 નાણાકીય કંપનીઓને સિટી બેંકે 900 મિલિયન ડૉલર ટ્રાન્ફર કર્યા હતા. આ કંપનીઓના કંસોર્ટિયમે રેવલોનને ટર્મ લોન આપી હતી. હકીકતમાં તો સિટીબેંકને તેમને 8 મિલિયન ડૉલરના વ્યાજના પૈસા આપવાના હતાં. જો કે, બેંકએ ભૂલથી 900 મિલિયન ડૉલર પ્રિંસિપલ એમાઉન્ટ આ કંપનીઓના ખાતામાં જમા થઈ ગઈ હતી. કેટલીક કંપનીઓએ તો પૈસા પરત કરી દીધા હતા. પરંતું કેટલીક કંપનીઓએ નાણા પરત કરવા સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. મૈનહૈટનના યૂએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જેસી એમ ફર્મને આ કેસનો ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતુ કે, લોન આપનાર પાસે પેમેન્ટને જાણી જોઇને મોકલ્યું હોવાનું ચોક્કસ કારણ હતું. ડિફેન્સને લાગ્યું કે, પેમેન્ટ રેવલોનના દેવાના સંદર્ભમાં ચુકવાયુ છે. તેથી તેને નાણા પરત કરવા દબાણ કરી શકાય તેમ નથી.