કોરોનાકાળમાં નાગરિકોને વિવિધ ભાષામા સાવચેત કરતી કોલર ટ્યૂન કંપનીઓએ જાતે જ મુકી હતી. આજે પણ મોબાઈલ ફોન લગાવો ત્યારે કોરોના અંગેની કોલર ટ્યુન જ સંભળાય છે.
કોરોનાથી બચાવ અને સાવધાનીને લઈને સંદેશા આપતી કોલર ટ્યૂનમાં એક-બે દિવસમા ફેરફાર થવાની શકયતા છે. મોબાઈલ પર આવનારી આ ટ્યૂન બદલાવવા સરકાર અને મોબાઈલ ફોન કંપનીએ કવાયત શરૃ કરી છે. અત્યારે મોબાઈલ ફોન ધારકોને અમિતાભ બચ્ચનના અવાજમાં કોલર ટ્યૂન સાંભળવા મળે છે. જેમાં કોરોના વાયરસથી હજી પણ સતર્કતા રાખવા તાકીદ કરાય છે. જો કે, આ કોલર ટ્યૂનથી તમે કંટાળી ગયા હોવ તો પરેશાન થવાની જરૃર નથી. કારણ કે, ટુંક સમયમાં જ ટ્યુનમાં બદલાવ આવનાર છે. હવે મોબાઈલ ધારકોને અમિતાભ બચ્ચનની જગ્યાએ મહિલા આર્ટિસ્ટનો અવાજ કોલર ટ્યૂન સંભળાશે. કોરોનાકાળમાં કેટલાક મહિનાથી અમિતાભ બચ્ચનના અવાજમાં સંદેશ અપાઈ રહ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચન લોકોને કોરોના સંક્રમણથી બચવાના ઉપાય અને શું શું સાવધાની વર્તવી જોઈએ તે સમજાવતા હતા. પરંતુ હવે સરકારે નવી કોલર ટ્યૂન મુકવા તાકીદ કરી છે. દેશમાં શનિવારથી હવે કોરોના રસી મૂકાવવાની શરૂઆત થનાર છે. તેથી તેની સાથે કોલરટ્યૂન પણ બદલવા કવાયત થઈ ચુકી છે.