કેન્દ્ર સરકાર દેશના નેશનલ હાઇવે પરના ટૉલ પ્લાઝાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની યોજના બનાવી રહ્યું છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર ટૉલ પ્લાઝા દૂર કરવાની યોજના પર કાર્ય કરી રહ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે ટૉલ પ્લાઝાની જગ્યાએ અટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા કામ કરશે અને તેમાંથી જ વાહનોમાં લગાવેલી નંબર પ્લેટ વંચાશે જેથી જે વાહના નંબર કેમેરા આવશે તે વાહન માલિકોના જોડાયેલા બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટિક જ ટૉલ કપાઈ જશે.
આ અગાઉ કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વેંચાણને બંધ કરવાની વાત કરી હતી અને હવે ટૉલ પ્લાઝાને બંધ કરીને નવી યોજનાથી ડાઇરેક્ટ વાહન માલિકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમની નંબર પ્લેટ જુદી જુદી છે. આ સમસ્યાને દૂર કરવાની યોજના ભૂગર્ભમાં છે.
નવી યોજના મુજબ સરકાર હવે બે વિકલ્પ પર કામ કરી રહ્યું છે સેટેલાઇટ આધારિત સિસ્ટમ જે કારમાં જીપીએસ હશે તેનો ટોલ સીધો મુસાફરના બેંક ખાતાબમાંથી કપાશે અને બીજા વિકલ્પમાં નંબર પ્લેટ દ્વારા છે. જો કે હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે નંબર પ્લેટ ટેક્નોલોજી ટૉલ પ્લાઝાની અવેજ બની શકે છે. જો કે આ માટે અમારે સંસદમાં બિલ લાવવાની જરૂર છે કારણકે કોઈ ટૉલ ન ભારે તો તેને સજા કરવા માટે હજુ સુધી કોઈ કાયદો ઉપલબ્ધ નથી.