કોરોના વાયરસનું દુનિયાને માથે ખડકાયેલું સંકટ હજી પુરેપુરુ દૂર થયું નથી. ત્યાં ભારતીય મૂળના અમેરિકન ડૉક્ટરે દુનિયાને ચેતવણી આપી વાયરસ ફરી સ્વરૂપ બદલી રહ્યો હોવાની માહિતી જાહેર કરી છે. આ સાથે જ ફરી દુનિયાની ચિંતા વધી શકે છે. ડોકરના મતે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો વિશે દુનિયાની વિવિધ દેશની સરકારે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. બરાક ઓબામાના સમયે પણ અમેરિકાના જર્નલ રહેલા મૂર્તિએ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર અચાનક પદ છોડી દીધું હતુ. પરંતુ યુએસમાં હાલમાં સત્તામાં આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે ડૉ. મૂર્તિને પસંદ કર્યા છે. ભારતીય મૂળના અમેરિકન ફિઝિશિયન ડૉ. વિવેક મૂર્તિએ રવિવારના રોજ દુનિયામાં મુસીબતરૃપ બનેલા કોરોના અંગે કેટલીક ચિંતાજનક વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, કોવિડ-19 સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. તેથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશના સત્તાધીશોએ સચેત રહેવું પડશે. સારા જીવ આધારિત સર્વેલન્સ અને કૉન્ટેક્ટ ટ્રેસિંગમાં વધારે ગંભીરતાથી પગલા લેવા પડશે. કોરોનાના સંકટને પહોંચી વળવા માટે બાઇડન વહીવટી તંત્રની કોવિડ-19 નીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નીભાવનારા 43 વર્ષના મૂર્તિએ વધુમાં કહ્યું હતુ કે, “વાયરસના આગમન બાદ એક વર્ષ પછી તેના જુદા જુદા સ્વરૃપે સંશોધકોને દેખાય રહ્યા છે. વાયરસનું સતત સ્વરૂપ બદલવું તેની સામે અપાઈ રહેલી સારવાર અને વેકસીનેશનમાં અવરોધ સર્જી શકે છે. તેથી માત્ર અમેરાક જ નહીં, પરંતુ આખી દુનિયાએ ફરી સજાગતા દાખવવાની આવશ્યકતા છે. વધારે સારા જીવ આધારિત સર્વિલાન્સ અપનાવવું પડશે, જેથી આપણે વાયરસના નવા વર્ઝન આવતા જ તેની ઓળખ કરી શકીએ.” અત્યાર સુધી જે ગાઈડલાઈન અપાઈ છે તેમાં જાહેર આરોગ્ય જાળવણીના ઉપાયમાં માસ્ક પહેરવું અને ઇન્ડોર સમારંભથી બચવું વગેરે મુખ્ય છે.