જેમ આપણી ધરતી ક્લાઇમેટ ચેન્જનો શિકાર થઇ રહી છે અને તેને રોકવાના પ્રયત્નો થઇ રહ્યા છે,જે એક સારી વાત છે. બસ, આવી જ જાગૃતિ અવકાશ ક્ષેત્રે પણ ખૂબ જરૂરી છે. સ્પેસમાં પ્રદૂષણ રોકવાની તાતી જરૂર છે.કેમકે,ધરતી પરથી જુદા જુદા દેશ ઘ્વારા સ્પેસમાં ઘણા સેટેલાઇટ છોડવામાં આવ્યા છે. એસું માનવામાં આવે છે કે હાલમાં સ્પેસમાં લગભગ વીસ હજારથી વધુ માનવ નિર્મિત વસ્તુઓ ત્યાં જમા હશે. આ તો ખરેખર ચિંતાનો વિષય કહેવાય.આ ચિંતાના ઉકેલ માયે જાપાનની ક્યોટો યુનિવર્સિટી અને કન્સ્ટ્કશન કંપની સુમિટોમો ફોરેસ્ટ્રી લાકડાનું સેટેલાઇટ બનાવવાનું વિચારી રહ્યા છે. યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર કાટમાળના 5 મિલિયનથી વધુ ટુકડાઓ આપણી પૃથ્વીના ચક્કર કાપી રહ્યા છે. આમાંના ઘણા તો ખૂબ ઉચ્ચ ગતિએ આગળ વધી રહ્યા છે, જે આપણા ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ અથવા અવકાશયાન સ્પેશક્રાફ્ટને નુકસાન પહોંચાડી શકે છે. કાટમાળના આ ટુકડાઓથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને પણ ખતરો ઉભો કરી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટી અને બાંધકામ કંપની સુમિટોમો ફોરેસ્ટ્રી 2023 સુધીમાં આ સમસ્યાનું સમાધાન લાવવા એક સાથે આગળ વધવાના પગલા ભરી રહ્યા છે.જાપાનના અવકાશયાત્રી અને યુનિવર્સિટીના પ્રોફેસર તકાઓ દોઈના જણાવ્યા પ્રમાણે આ એક ચિંતાનો વિષય છે.
તેમણે જણાવ્યું છે કે પૃથ્વી પર પાછા ફરતી વખતે ઉપગ્રહો બળી જાય છે અને તેમનો કાટમાળ વર્ષો સુધી વાતાવરણમાં ફરતો રહે છે. આ પર્યાવરણને અસર કરે છે. નાસાના જણાવ્યા અનુસાર, આ ટુકડાઓ પ્રતિ કલાક 17,500 માઇલ પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી શકે છે.આ સમસ્યાના નિરાકરણ માટે જાપાને લાકડાથી બનેલા સેટેલાઇટ્સ પર કામ શરૂ કર્યું છે. તે તાપમાનમાં થતા ફેરફાર અને સૂર્યપ્રકાશ સામે પ્રતિરોધક ક્ષમતાથી સજ્જ હશે. આમ તો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે. આ માટે લાકડાનું પૃથ્વીની વિષમ પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પૃથ્વી પર પ્રવેશતા, તે સંપૂર્ણ રીતે બળી જશે અને કોઈ કાટમાળ બાકી બચશે નહીં.સામાન્ય સમજ પ્રમાણે તો અવકાશના એકસ્ટ્રીમ વાતાવરણમાં લાકડું કઇ રીતે બચી શકશે? બસ, વૈજ્ઞાનિકો આ વિષયે હવે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સેટેલાઇટમાં લાકડાનો મેક્સિમમ ઉપયોગ કર્યા પછી તેને અવકાશમાં કઇ રીતે સુરક્ષિત રાખી શકાય.