અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે નવા ત્રણ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ અને રોબોટ પાર્કનું નિર્માણ કરવામાં આવનાર છે. કોઇપણ વિદ્યાર્થી નેચરથી વિજ્ઞાન સુધીની તમામ માહિતી એક જ સ્થળ પર મેળવી શકે તે માટે તમામ સુવિધા ઉપબ્ધ કરાવવા નવા બે પ્રકલ્પો સાકાર થશે. એક્વેરિયમ અને રોબોટ પાર્કનો 2 માસ બાદ લોકોને મળતો થઈ જશે.
અમદાવાદનુ આ એક્વેરિયમ અને રોબોટ પાર્ક દેશનું સૌથી મોટું હશે. જેમાં અનેક વિશેષતા પણ હશે. આગામી 2 મહિનામાં આ બંને પ્રોજેક્ટનુ કામ પુરુ થઈ જશે તેવો દાવો સરકાર અને તંત્ર કરી રહ્યું છે. આ ઉપરાંત અહીં નેચર પાર્ક પણ બનાવાશે. અમદાવાદમાં નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થળ મુલાકાત લીધી હતી.
તેઓએ કામગીરીની સમીક્ષા કર્યા બાદ ગુજરાત આધુનિકતા તરફ આગળ વધી રહ્યાનો દાવો કર્યો હતો. જે બાદ રુપાણીએ કહ્યું હતુ કે, અમદાવાદમાં નિર્માણ પામનાર આ પાર્કનું આકર્ષણનું કેન્દ્ર બનશે. રોબોર્ટ પાર્ક કે જ્યાં તમામ વસ્તુ રોબોટિકજ હશે. કોઇપણ લોકો અહીં પાર્કની મુલાકાત લેશે ત્યારે તેમને રોબોર્ટની વિશેષતા જાણવા મળશે. આ પાર્કમા A થી Z સુધીની તમામ કામગીરી રોબોર્ટ મારફતે જ થાય તેવી પદ્ધતિ અમલી હશે.
આ પાર્કમાં અલગ અલગ 172 પ્રકારના રોબોર્ટ રાખવામાં આવનાર છે. આ તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો સમય લાગી ગયો છે. ઘણા રોબોટ બહારથી લાવવામાં આવ્યા છે. તો કેટલાક રોબોટ અહીં જ વિકસાવાયા છે. આખો પાર્ક ફરવા માટે લગભગ 40થી 60 મિનિટ જેટલો સમય લાગશે. પ્રવેશ કરતા જ રીસેપ્શન સેન્ટર પર રોબોર્ટ હશે જે માર્ગદર્શન આપશે અને રોબોર્ટ જોવા માટે ગાઈડ તરીકે પણ રોબોર્ટ જ સાથે આવશે. મુલાકાતીઓ માટે સંગીત, ભોજન, પેઈન્ટીંગ સહિતની તમામ કામગીરી રોબોર્ટ મારફતે જ કરાશે.