કોરોનાને કારણે મુકાયેલા પ્રતિબંધોને કારણે અમેરિકનોને પણ માઠી અસર થઈ હતી. લોકડાઉન સમયે જ યુએસમાં 50 ટકા લોકોએ ગેમ્સને સહારે સમય પસાર કર્યો હતો. જેને કારણે વીડિયો ગેમ્સની આવકમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. ફોર્ટનાઇટ જેવી ફ્રી ટુ પ્લે ગેમે કરી સર્વોચ્ચ આવક મેળવી છે. જો કે, ગેમ્સ પાછળના આ વળગણને કારણે પેથોલોજિકલ ડિપ્રેશનનુ સ્તર ખાસ કરીને યુવાનોમાં વધી ગયું હતુ. સરવે માને છે કે, ગેમ્સનો વધુ પડતો ઉપયોગ યુઝર્સને વાસ્તવિક વિશ્વથી દૂર લઈ જાય છે. અમેરિકામાં કોરોના કાળ દરમિયાન થયેલા સરવેની રસપ્રદ વિગતો બહાર આવી છે. 2020માં અમેરિકનોએ ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું હતુ. આવા સંજોગોમાં સમય વીતાવવા માટે કરોડો લોકોએ વીડિયો ગેમ્સનો સહારો લીધો હતો.
નિલ્સન કંપનીના સુપરડેટામાં નોંધવામાં આવ્યું છે કે, અમેરિકામાં કોવિડ-૧૯ને કારણે લોકડાઉન અમલી હતી. જેના પ્રથમ તબક્કામાં ૫૫ ટકા લોકો કોન્સોલ, પીસી અને મોબાઇલ ગેમ્સ તરફ વળ્યા હતા.
લોકડાઉન સમયે પ્રોફશનલ સ્પોર્ટ્સ, સિનેમા અને થિયેટર જેવા મનોરંજનના સાધનો બંધ પડ્યા હતા.એટલે જ વર્ષ ૨૦૨૦માં માત્ર વીડિયો ગેમ્સ અને ઇન્ટરએક્ટિવ મીડિયાને ૧૩૯ અબજ ડોલરની આવક થઈ હતી. આ પહેલા ૨૦૧૯માં થયેલી આવકની સરખામણીમાં 2020માં નોંધાયેલી આવક ૧૨ ટકા વધુ હતી. નવેમ્બર મહિનામાં તો વીડિયો ગેમ્સે ધૂમ મચાવી હતી. માત્ર એક જ મહિનામાં અમેરિકામાં ૫૦ કરોડ પ્લેયર્સ રેપ, એલેકઝાન્ડ્રિયા ઓકાસિઓ- કોર્ટોઝ જેવી રમતો રમ્યા હતા. સરવેમાં એ પણ સ્પષ્ટ રીતે નોંધાયું હતુ કે, માત્ર ડિજિટલ ગેમ્સે જ ૧૨૬ અબજ ડોલરની આવક 2020માં મેળવી હતી. ગેમ્સ ઉદ્યોગને થયેલી કુલ આવકના 78 ટકા તો ફોર્ટનાઇટ અને કોલ ઓફ ડયૂટી જેવી ફ્રી ટુ પ્લે રમતોએ મેળવ્યા હતા. આ સમયે કોન્સોલ ગેમ્સની આવક એક ચતુર્થાંશ જેટલી વધી હતી. ઓનલાઇન ગેમ ક્રિએશન પ્લેટફોર્મ્સ ઘરમાં રહેતા બાળકોની ખાસ પસંદગી બની રહી છે. આજે તેના માસિક યૂઝર્સની સંખ્યા વધીને ૧૫ કરોડ નોંધાઈ છે. એકલા અમેરિકામાં જ પ્લેયર્સે તેની પાછળ ૧૦ કરોડ અબજથી વધુ ખર્ચી નાખ્યા છે. પરંતુ હવે સ્થિતિ એવી છે કે, કિશોર વયના મોટાભાગના જૂથ વીડિયો ગેમનો બંધાણી થઈ ચૂક્યો છે. તેથી તેની માનસિક સ્થિતિને માઠી અસર થઈ છે. તેમનામાં ડિપ્રેશન, આક્રમકતા, શરમાળપણા કે ચિંતાશીલતાના લક્ષણો વધ્યા છે.