ભારતીય ક્રિકટે ટીમના સુકાની વિરાટ કોહલી અને માજી ખેલાડી એમ.એસ.ધોની ક્રિકેટના ચાહકોમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. આ બંને ખેલાડીઓનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આમ તો આ બંને ખેલાડી ઘણાં સમયથી ચાહકોના દીલ પર રાજ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં આ બંને ખેલાડી કંઈક અલગ અંદાજમાં નજરે પડી રહ્યા છે. જેમાં કિશોર કુમારના એક લોકપ્રિય ગીતની ધૂન પર તે બંને જણા થીરકતા નજરે પડે છે. વિરાટ કોહલી કીશોર દા અને એમ.એસ.ધોની સુનીલ દત્ત જેવા વેશભૂષામાં દેખાયા છે. જયારે વાડિયોમાં સંભળાતા કિશોર કુમારના જ એક લોકપ્રિય ગીતની ધૂન પર બંને જણાએ તેની કલાકારીને પ્રસ્તુત કરી છે. જોરદાર જુગલબંધી અને જોરદાર સોંગથી વીડિયોને લાઈક મળી રહ્યા છે. વીડિયોમાં જે ગીત ગવાયુ છે તે બોલિવૂડનું રોમેંટિક સોંગ મેરે સામને વાલી ખિડકીમેં ચાંદ કા ટુકડા રેહતા હે, છે. ગીતની પંકિતઓની ગૂંજ સાથે જ બંને ખેલાડી જોરદાર અભિનય કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતો આ વીડિયો પ્રત્યેક કલાકે હજારો લોકોના મોબાઈલ ફોન સુધી પહોંચી રહ્યો છે.