સોનગઢ : સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી વખતનો ડોસવાડા ડેમ આ વર્ષે પેહલી વાર છલકાયો છે, ડેમ છલકાવાની વાતને પગલે તેને સંલગ્ન 10 ગામોને એલર્ટ કરાય છે, બીજી તરફ ડેમ છલકાવાને લઈ ડેમ ને સંલગ્ન 20 થી વધુ ગામો ને ડેમના પાણીનો લાભ આવનાર દિવસોમાં મળશે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી રાજના સમયનો ડોસવાડા વિયર ડેમ ચાલુ વર્ષે છલકાયો છે, આ ડેમની સપાટી દરિયાઈ લેવલ થી 405 ફૂટ જેટલી છે, જયારે હાલ ડેમ માંથી 58 ક્યુસેક પાણી વહી રહ્યું છે, ડેમ ઓવરફ્લો થતા ડેમનો રમણીય નજારો જોવા મળી રહ્યો છે, ડોસવાડા ડેમ છ્લકાવાને પગલે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકાના 10 જેટલા ગામો ને એલર્ટ કરાયા છે.
ADVERTISEMENT