અમદાવાદ,
અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે. આ અત્યંત આધુનિક સ્ટેશનમાં હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનસ, વેસ્ટર્ન રેલ્વે સ્ટેશન્સ, મેટ્રો સ્ટેશન્સ અને ફુટ ઓવર બ્રીજ દ્વારા બીઆરટીએસની કનેકટીવીટી મળશે.
૯ માળનું આ બીલ્ડંગ ૧.૩૬ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલુ છે અને તેમાં ત્રણ ફુટ ઓવરબ્રીજ છે બીલ્ડીંગની બહારની દિવાલો પર મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહના ચિત્રો દોરાયા છે અને તે હાઇ સ્પીડ રેલના ઉત્તર ટર્મીનલ તરીકે કામ કરશે.

તેમાં હોટેલો, રેસ્ટોરન્ટો, ફુડ કોર્ટસ અને એક કીડકા પ્લે એરીયા હશે, જયારે બીલ્ડીંગના ત્રણ માળ અને ભોંયતળીયું વાહનોના પાર્કીગ માટે જ રહેશે. લગભગ ૧૨૦૦ જેટલી કારને પાર્ક કરી શકાય તેટલી ક્ષમતા છે. લગભગ ૩૧,૫૦૦ ચોરસ મીટરનો વિસ્તાર વ્યાપારીક વપરાશ માટે રહેશે. બીલ્ડીંગના ચોથા અને ૭ માળે ટેરેસ ગાર્ડન રહેશે. બીલ્ડીંગમાં કુલ ૬૦ રૂમની કેપેસીટી સાથે વિવિધ હોટલો હશે, સ્પેશીયાલીટી રેસ્ટોરન્ટો અને બાળક્રીડાંગણ પણ હશે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડના અધિકારીઓએ કહ્યું કે મેટ્રો રેલ પ્રોજેકટના બધા સ્ટેશનો પર સોલર રૂફ ટોપ હશે. તેમણે કહ્યું કે વાપીથી સાબરમતી વચ્ચેના ૮ સ્ટેશનોનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.