ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્સનરો માટે ગજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લખો રાજ્યના કર્મચારીઓ અને પેન્સનરોને ફાયદો થશે તેમજ તેમની દિવાળી પણ સુધરી જશે. ગુજરાત રાજ્યના સરકારના કર્મચારીઓ અને પેન્સનરોની દિવાળી પહેલા જ ઓક્ટોબર માસનો પગાર જમા થઇ જશે. રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર દર પ્રથમ તારીખે થતો હોય છે જો કે આ વખતે ઓક્ટોબર માસનો પગાર 17, 18 અને 19ના રોજ દરેક કર્મચારીઓ અને પેન્સનરીના ખાતામાં જમા થઇ જશે. રાજ્યના છ લાખ કર્મચારીઓ અને આ સાથે જ છ લાખ પેન્સનરોને પણ લાભ મળશે. આ ઉપરાંત કર્મચારીઓ તેમજ પેન્સનરોને પગાર ઉપરાંત એલાઉન્સ પણ એડવાન્સમાં આપવામાં આવશે.
ગુજરાતમાં આગામી થોડાક દિવસોમાં જ દિવાળી હોય તે માટે કર્મચારીઓ એન પેન્સનરો આર્થિક રીતે રાહત મળે તે માટે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલા જ ચાલુ મહિનાનો પગાર જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર હોય તેને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.