બોલીવૂડમાં એન્ટ્રી કરવા કેટરીના કૈફની નાની બહેન પણ તૈયારી કરી રહી છે. આમ તો કેટરીના કૈફ છેલ્લાં એક દાયકાથી બોલીવુડમાં કામ કરી રહી છે. અત્યાર સુધી તેણીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પરિણામે તેના દેશ અને દુનિયામાં મોટી સંખ્યામાં ચાહકો છે. હવે કેટરીના કૈફની નાની બહેન કે જે આકર્ષક સુંદર દેખાય છે તેણીએ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયારી કરી લીધી છે. કેટરીના કૈફનીનું નાની બહેનનું નામ ઈસાબેલ છે. જો કે, ઈસાબેલ કૈફ બોલીવુડમાં આવતા પહેલાથી જ તેના સુંદર અને આકર્ષક દેખાવને કારણે જાણીતી રહી છે. સોશિયલ મીડિયામાં તેના ફોટોની ધૂમ મચતી રહેતી હોય છે. ઈંસ્ટાગ્રામ ઉપર તેમના 9 લાખથી વધુ ફોલોઅર્સ છે.
તેને નાનપણથી જ બોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા રહી છે. મોટી બહેન કેટરીના ઘણાં સમયથી બોલીવુડમાં છે. તેથી તે તેની મદદથી બોલીવુડમાં એન્ટ્રી કરવા સતત પ્રયાસ કરતી રહી છે. હાલ તે ફિલ્મ ટાઈમ ટૂ ડાન્સથી ડેબ્યૂ કરી રહી છે. તેમની સાથે આ ફિલ્મમાં સૂરજ પંચોલી પણ રોલ અદા કરતા નજરે પડશે. ઈસાબેલ કેટરીના કૈફની જેમ જ ગ્લેમરસ અને સુંદર દેખાય છે. તેમના હોટ અને ગ્લેમરસ ફોટો અવાર નવાર સોશીયલ મીડિયામાં શેર થતા રહે છે. હાલમાં પણ ઈસબોલ કૈફના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ લાઈક મળી રહી છે.