ભારતીય મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS કરંજને 10 માર્ચે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવનાર છે. મુંબઈ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ પર સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરીન INS કરંજને 2018માં લોન્ચ કરાઈ હતી. 75 પ્રોગ્રામ અંતર્ગત MDL દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીનને INS કરંજ તરીકે ઓળખવામાં આવે છે. MDL ભારતીય નેવીની જરૂરિયાતો સંતોષવા માટે કાર્ય કરનાર ભારતના મુખ્ય શિપયાર્ડ પૈકીનું એક છે. કરંજ એક સ્વદેશી સબમરીન છે જેને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવાઈ છે. કરંજ INSના નિર્માણ સાથે જ ભારત હવે સબમરીન બનાવનારા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. જો કે, આ પહેલા જ ભારતીય નૌસેનામાં INS કલવરી અને INS ખાંદેરી સામેલ થઈ ચુકી છે. કલવરી અને ખાંદેરી બાદ હવે કરંજ INSને નૌસેનામાં જોડી દેવાતા દુશ્મન દેશ પર ધાર્યુ નિશાન ઓછા સમયમાં પાર પાડી શકાશે. સ્કોર્પિયન સબમરીન કરંજ દુશ્મનોને ચકમો આપીને ચોક્કસ નિશાન તાકી શકવાની ક્ષમતા ધરાવે છે તેવો દાવો કરાયો છે. ભારતના રક્ષા વિશેષજ્ઞો માને છે કે, કરંજ સબમરીન 67.5 મીટર લાંબી, 12.3 મીટર ઉંચી અને 1565 ટન વજનની છે. કરંજની આ ખૂબી ચીન અને પાકિસ્તાન જેવા દેશને મુસીબતમાં વધારો કરશે. કારણ કે, કરંજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો કરવાની સુવિધા સાથે સજજ છે. સપાટી પર અને પાણીની અંદર પણ દુશ્મન પર હુમલો કરી શકે છે. ખાસ કરીને દુશ્મનને શોધીને ચોક્કસ નિશાન તાકવું, ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો કરવો તથા રડારની પકડમાં નહીં આવવું, જમીન પર હુમલો કરવો. ઓક્સિન ઉત્પાદનની ક્ષમતા તેમજ લાંબા સમય સુધી પાણીમાં રહેવાની ક્ષમતા એ કરંજ આઈએનએસનું જમણું અને મહત્વનું પાસુ છે.