તા- ૧૪/૧૦ /૨૦૨૨ ના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમનો રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ માં નવી શિક્ષણ નીતિ વિશે જણાવતાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, આ શિક્ષણ નીતિ એ કોઈ પક્ષ કે સરકારની નીતિ માત્ર નથી, પરંતુ અનેક ગહન ચિંતન-સંશોધનો બાદ તૈયાર થયેલી સમગ્ર રાષ્ટ્રની શિક્ષણ નીતિ સજ્જ છે જેના પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળશે. આ નીતિ અને તકનિકી વિકાસના કારણે દેશના વિદ્યાર્થીઓને વિશ્વના કોઈપણ ખૂણે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે તેમ કહ્યું હતું. વધુ માં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમને ગુજરાત માટે ગૌરવનો દિન ગણાવતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે વર્તમાન સમય માં ગુજરાતે તમામ ક્ષેત્રે નવા સોપાનો સર કર્યા છે.
રાજયપાલશ્રી વધુ માં કહ્યું હતું કે ભારત આજે યુવાઓનો દેશ બની રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ વર્તમાન ટેકનોલોજીના યુગમાં દેશ ઝડપથી વિકસે એ માટે મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા નવીન આયામોના મંત્ર થકી યુવાઓમાં નયા ભારતના નિર્માણ માટે નો જોશ પૂર્યા છે જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યા છે. જેના પરિણામો આપણે છેલ્લા ધણા વર્ષથી જોઈ રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આજ ની પરિસ્થતિ માં ભારતમાં હવાઈ ફાઈટર જહાજ, હેલીકોપ્ટરબની રહ્યા છે . તેમજ ભારતીય સૈન્ય ના સાધનોના ઉત્પાદનોની ભારત નિકાસ કરતો થયો છે, એ જ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલું જ નહી, ઝડપી દોડતી વંદે ભારત ટ્રેન પણ ભારતે શરૂ કરી છે અને બુલેટ ટ્રેઈનના કામ હાલ કામગીરી હેઠળ છે. આવા અનેક વીવિધ નવતર આયામોને પરિણામે ભારતનું નામ આજે વૈશ્વિક સ્તરે ઉત્તરોત્તર પ્રગતી કરી રહ્યું છે