એક કરોડથી પણ વધારે ભારતીય યુઝર્સ ધરાવતી Hike Sticker Chat Appના યુઝર્સને હવે વિકલ્પ શોધવો પડશે. કારણ કે, છેલ્લાં 8 વર્ષથી ચાલતી આ દેશી ઈન્સટન્ટ મેસેજિંગ એપ હવે બંધ થવાને આરે છે. ભારતમાં તેના એક કરોડથી પણ વધારે ઉપભોગતા છે. દરેક યુઝર અડધા કલાકથી વધારે સમય સુધી આ એપનો દરરોજ ઉપયોગ કરે છે. દરમિયાનમા Hikeના સ્થાપક અને CEO કેવિન ભારતી મિત્તલે 14 જાન્યુઆરીએ હાઈક ચેટ એપ ભારતમાં બંધ કરી દેવાની જાહેરાત કરી છે. આ ભારતની એકમાત્ર પોપ્યુલર ચેટ એપ છે અને તે બંધ થયા બાદ લાખો યુઝર્સ દેશી ચેપ એપનો ઉપયોગ નહીં કરી શકે. ટ્વીટર પર કરાયેલી જાહેરાત મુજબ Hike Sticker Chat Appને વર્ષ 2012માં ભારતમાં શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા 8 વર્ષ દરમિયાન ભારતમાં તે ખુબ જ પોપ્યુલર થઈ હતી. પણ આ એપ હવે બંધ થવાની છે. જેથી યુઝર સરળતાથી પોતાનો ડેટા અને ચેટ બેકઅપ મેઈલ કે અન્ય જગ્યાએ સેવ કરી શકે છે.
જો કે, Hikeના બે એપ Vibe અને Rush કામ કરતાં રહેશે. હવે પછી યુઝર્ઝ ઈચ્છે તો આ એપ્સનો ઉપયોગ કરી શકશે. જો કે, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હાઈક સ્ટિકર્સને બંધ કરી દેવાશે તેવો નિર્ણય થઈ ચુક્યો છે. Hike Stickerએ આઠ વર્ષમાં મેળવેલી લોકપ્રિયતા વોટ્સએપ કે અન્ય એપ કરતા અલગ છે. કારણ છે કે હાઈક સ્ટિકર્સ ચેટ એપને બંધ કરવાથી ઘણા નારાજ થયા છે. સીઈઓ કેવિન મિત્તલે કહ્યું હતુ કે, હાઈક સ્ટિકર ચેટ બંધ થતાં યુઝર્સ ડેટા ઈમેઈલ પર સેવ કરી શકે છે. આ માટે યુઝર્સને Export Chats ઓપ્શન પર ક્લિક કરવું પડશે. જે બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. અને તે બાદ યુઝર્સના ઈમેઈલ આઈડી માગવામાં આવશે અને તે બાદ તમામ ડેટા ઈમેઈલ પર એક્સપોર્ટ થઈ જશે. Hike Sticker Chat Appને 14 જાન્યુઆરીની રાત્રે 11:59 વાગ્યે બંધ કરી દેવાશે. કંપનીએ પોતાના યુઝર્સને ડેટા એક્સપોર્ટ કરવા માટે નોટિફિકેશન સેન્ડ કરી દીધા છે. હાલમાં જ વોટ્સએપની પોલિસીથી નારાજ યુઝર્સ સિગ્નલ અને ટેલિગ્રામ તરફ વળ્યા છે.