અમદાવાદમાં એક પછી એક ઓવર બ્રિજ ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે. ત્યારે અન્ય એક નવો બ્રિજ નરોડા પાટીયા જંક્શનથી લઈને નરોડા ગેલેક્સી ક્રોસ રોડ સુધી બનવા જઈ રહ્યો છે. આ સૌથી લાંબો બ્રિજ બનશે. મળતી વિગતો અનુસાર આ બ્રિજ 165 કરોડના ખર્ચે તૈયાર થશે. ઓવરબ્રિજને રાજ્ય સરકાર અને એએમસી દ્વારા સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે.
નરોડા પાટીયાથીટ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. 1.5 લાખ આસપાસ વાહનો અહીંથીચ પસાર થતા હોવાનો અંદાજ છે. ત્યારે અહીં બ્રિજ બનવાને લઈને વિચારણા પણ હતી ત્યારે આ કામ પણ આગળ સતત ફોરવર્ડ થઈ રહ્યું હતું. પરંતુ આખરે આધુનિક ડિઝાઈન સાથેનો બ્રિજ બનાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે.
શહેરના મોટાભાગના બ્રિજ એસજી હાઈવે અને એસપી રીંગ રોડ પર બનેલા છે. આ પછી પૂર્વ વિસ્તારમાં પણ આ બ્રિજ બનતા લોકોને સુવિધા મળશે. સૌથી લાંબો ઓવરબ્રિજ અહીં બનશે. નરોડા પાટીયા પાસે બનનાર આ બ્રિજની વિશેષતા એ છે કે, આ બ્રિજ ત્રણ જંક્શનની ઉપરથી પસાર થશે. જેમાં નરોડા પાટીયા જંક્શન, નરોડા દેવી સિનેતા અને નરોડા ગેલેક્સી ક્રોસ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે આ પ્રકારે 20 જેટલા ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. જેમાં 7 ઝોનમાં ટ્રાફિક જંકશનને પ્રાથમિકતા આપવામાં આવી છે. સાત બ્રિજ પૈકી નરોડા ગેલેક્સી ક્રોસ રોડ નરોડા પાટિયા જંકશનથી સૌથી લાંબો બ્રિજ હશે.