ભારતમાં હવે દર અઠવાડિયે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. દેશની કેટલીક તેલ કંપનીઓ હવે આ નિર્ણય તરફ આગળ વધી રહી છે. જો કે, કેટલાય ડીલરો આ ફેરફાર સાથે કેટલીક સમસ્યા ઉભી થશે તેવી આશંકા વ્યક્ત કરવા માંડ્યા છે.
ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે. જેમાં ગેસના ભાવ બાબતે દર મહિને સમીક્ષા કરાયા બાદ તેના ભાવ નિર્ધારિત કરાય છે. ત્યારબાદ કિંમતમાં ફેરફારની જાહેરાત કરાય છે. પરંતુ હવે દર અઠવાડિયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર થાય તેમ છે. દેશની તેલ કંપનીઓ આ માટે દર અઠવાડિયા સમીક્ષા કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના કંપનીઓના દાવા પ્રમાણે કેટલાક સમયથી કંપનીને નુકસાન પહોંચી રહ્યું છે. જેને ઘટાડવા માટે પગલા લેવા પડે તેમ છે.
અત્યાર સુધી સમીક્ષા કરીને સિલિન્ડરના ભાવમાં ફેરફાર દર મહિને થતો હતો. આ સમયગાળો લાંબો જણાય રહ્યો છે. કંપનીઓએ આખા મહિના માટે નુકસાન સહન કરવું પડે તેવા કિસ્સા વધી રહ્યા છે. તેથી દર અઠવાડિયે સમીક્ષા બેઠક યોજી નિર્ણય કરાય તો ચોક્કસ જ કંપનીઓને રાહત થશે. અથવા તો નુકસાન ઘટી જશે.
ડિસેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરના દરમાં બે વાર વધારો કરાયો છે. જો કે, એલપીજીના ડિસ્ટ્રિબ્યુટરો જણાવે છે કે, એલપીજી સિલિન્ડરના ભાવ દર અઠવાડિયે બદલાશે તો કેટલીક સમસ્યા ઉભી થશે.
સિલિન્ડરના ભાવની કિંમતો દર અઠવાડિયે બદલવાની હિલચાલ