લગ્ન જીવનમાં પતિ પત્નીના ઝઘડાના કિસ્સા બનતા રહે છે. પરંતુ દામ્પત્ય જીવનની શરૂઆતમાં જ કેટલાક કિસ્સામાં ખટરાગ થતો હોય છે. આજે લગ્નના 5 મહિના સુધી પત્નીએ પતિ સાથે શારીરિક સંબંધ કેમ ન બાંધ્યા તેના આશ્ચર્યજનક કારણ સાથેની ઘટના બહાર આવી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેતા એક યુવકના લગ્ન સહારનપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નના બે દિવસ પછી યુવકને જાણવા મળ્યું હતું કે, તેની પત્ની કોઈ સ્ત્રી નથી. બલકે તેના લગ્ન એક કિન્નર સાથે થઈ ગયા છે. આ વાત જાણીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે, પત્નીને રૃપે ઘરમાં આવી પહોંચેલા તે કિન્નરે પતિને બરાબર ખખડાવીને ધમકી આપી હતી કે, આ બાબતે કોઈને જાણ થશે તો આખા પરિવાર પર ખોટા કેસ કરીને પરિવારને જેલભેગા કરી દેવાશે.
જે બાદ તે યુવક પરિવારના સભ્યોને ખબર ન પડે તે પ્રકારે કિન્નરની સારવાર કરાવવાને બહારે અલગ-અલગ હોસ્પિટલમાં લઈને ફરી રહ્યો હતો. જો કે, આ બાબત પરિવારથી લાંબા સમય છુપી રહી ન હતી. આખરે આખો પરિવાર તે વાતથી વાકેફ થઈ ગયો હતો. ઘટનાના 5 મહિના પછી કિન્નરની જાણ બહાર પતિએ કોર્ટમા છુટાછેડા લેવા અરજી કરી હતી. પણ આ વાતની જાણ કિન્નરને થતા તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘરે પોલીસ બોલાવી હતી. પોલીસ સ્ટેશનમાં પણ પરિવારના સભ્યો અને કિન્નર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કિન્નરે પતિ અને પરિવારના સભ્યોને ધમકી આપી હતી કે, જો તેને છુટ્ટાછેડા આપવામાં આવશે તો તે નહેરમાં કૂદીને પોતાનો જીવ આપી દેશે. આવી ધમકી આપ્યા પછી કિન્નર પોલીસ સ્ટેશનમાંથી કેનાલમાં કૂદવા માટે ભાગ્યો હતો. યુવકના પરિવારે કિન્નરના પરિવારના સભ્યો પર આક્ષેપ કર્યો હતો કે, કિન્નરના માતા-પિતાએ લગ્ન પહેલાં આ વાતને છુપાવી હતી. આખરે આ ઘટના અંગે પત્ની, સસરા અને સાસુ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.