કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં જવા માટે મુળ ભારતીય દીકરી રિસિશાએ તૈયારી કરી દીધી છે. સિરીશા આગામી 11મી જુલાઈએ વર્જિન ગેલેક્ટીકના માલિક અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેનસન સાથે અંતરિક્ષમાં જશે. અમેરિકન અવકાશયાન કંપની વર્જિન ગેલેક્ટીકના રિચાર્ડ બ્રેનસન તેના સાથી અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસના નવ દિવસ પહેલા અવકાશયાત્રા પર જવાનું વિચારી રહ્યા છે. સિરિશા બાંદલા વર્જિન ગેલેક્ટીક કંપનીમાં સરકારી બાબતો અને સંશોધન સાથે જોડાયેલા અધિકારી પૈકીની એક અધિકારી છે. આ વખતે અંતરિક્ષમાં રિચાર્ડ સાથે અન્ય 5 મુસાફરો પણ જવાના છે. આ મુસાફરોમાં ભારતમાં જન્મેલી સિરીશા બાંદલા પણ સામેલ છે. સિરિશા બાંદલા વર્ષ 2015માં વર્જિનમાં જોડાઇ હતી. સિરિશા બાંદલા ભારતના મુળ આંધ્રપ્રદેશના ગુંટુરની રહેવાસી છે. સિરિશાં બાંદલા વર્જિન ઓર્બિટના વોશિંગ્ટન કામગીરીની પણ દેખરેખ રાખે છે. આ જ કંપનીએ તાજેતરમાં બોઇંગ 747 વિમાનની મદદથી અવકાશમાં સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. તેણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. આ પહેલા કલ્પના ચાવલા અંતરિક્ષ મુસાફરી કરનારી પ્રથમ મુળ ભારતીય મહિલા હતી. જેથી હવે સિરિશા બાંદલા અંતરિક્ષની સફર કરનારી બીજી મુળ ભારતીય મહિલા હશે.
કલ્પના ચાવલા અંતરિક્ષમાં ગઈ તે સમયે સ્પેસ શટલને કોલમ્બિયા પાસે અકસ્માત નડતા તેનું મૃત્યુ થયું હતું. કલ્પના ચાવલા પછી, સિરિશા અવકાશમાં પગ મુકનાર બીજી ભારતીય મૂળની મહિલા છે. રાકેશ શર્મા ભારતની તરફથી અવકાશમાં જનારા પ્રથમ વ્યક્તિ હતા. આ પછી કલ્પના ચાવલા ગઈ હતી. બીજી તરફ ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે પણ અવકાશમાં પગ મૂક્યો હતો. સિરિશાના સંબંધી રામા રાવે સિરીશાની આ સિદ્ધિ અંગે કહ્યું હતુ કે, અમારી દિકરી અંતરિક્ષમાં જવાની હોય તે એક સૌથી સારી અને ગૌરવની બાબત છે. તે રિચાર્ડ સાથે અવકાશમાં જઇ રહી છે. સીરીશાના આ મુસાફરી કોઈપણ મુશ્કેલી વગર હેમખેમ પાર પડે તે માટે અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.