1947માં આઝાદી મળ્યાના આટલા વર્ષો પછી પાકિસ્તાને અચાનક જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી બનાવ્યા બનાવ્યાની આશ્ચર્યજનક અને હાસ્સ્પાપદ જાહેરાત કરી છે. વાસ્તવમાં જૂનાગઢ ગુજરાતમાં આવેલું છે. અને વર્ષોથી ભારતની હુકૂમત હેઠળનો વિસ્તાર છે. આઝાદ ભારતમાં રજવાડાઓના વિલિનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપાયા બાદ તેમણે હૈદરાબાદ, જૂનાગઢ જેવા રજવાડાઓને પણ સરળતાથી ભારતમાં જોડી દીધા હતા.
જૂનાગઢમાં રજવાડાના પતન પછી મહાબતખાન તેમના કુટુંબ સાથે કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જે બાદ 17 નવેમ્બર 1959ના રોજ હડકવાને કારણે તેમનું મૃત્યુ થયું હતુ. હાલ તેમના આ વંશજ કરાંચીમાં રહે છે. જહાંગીરે દાવો કર્યો કે, તત્કાલીન નવાબ મહોબત ખાને કથિત જૂનાગઢ સ્ટેટ કાઉન્સિલની સહમતિ બાદ રાજ્યને ભારતમાં મેળવવાનું એલાન કર્યું હતું. આજે જૂનાગઢના નવાબના વંશજ પાકિસ્તાનમાં રહે છે. ત્યાંથી જૂનાગઢને પાકિસ્તાનમાં સમાવાય તેવી વાતો કરે છે.
પાકિસ્તાને પોતાના નક્શામાં જમ્મુ કાશ્મીરની સાથે જૂનાગઢને દર્શાવીને બે મહિના પણ દુનિયામાં તે નકશો જાહેર કર્યો હતો. તેનાથી નવાબનો પરિવાર આનંદમાં આવી ગયો હતો. હવે પાકિસ્તાને કરેલી બીજી હરકત આશ્ચર્ય પમાડે તેવી છે. જૂનાગઢના તથાકથિત નવાબ જહાંગીર ખાને પોતાના દીકરા અહમદ અલીને નવા ‘દીવાન(વઝીર-એ-આઝમ)’ તરીકે નિમ્યા હતા. તેથી જૂનાગઢવાસીઓમાં આક્રોશ ફેલાયો છે. જોકે, વાતથી જૂનાગઢની સ્થિતિ પર કોઈ ફરક પડે તેમ નથી. જહાંગીર ખાન વારંવાર કહેતા રહ્યા કે, એક દિવસ જૂનાગઢ પાકિસ્તાનમાં સમાઈ જશે. તેઓ ભારત પર ગેરકાયદે જૂનાગઢ પર કબજો કરવાનો આરોપ પણ લગાવતા રહે છે.
દરમિયાન પોતાને જુનાગઢના દિવાન ગણાવતા અહમદ અલીએ એલાન કર્યું છે કે, તેઓ જલ્દીથી એક અભિયાનની શરૂઆત કરશે, જેનાથી સમગ્ર દુનિયાને ખબર પડશે કે જૂનાગઢ ભારતનો નહીં, પરંતુ પાકિસ્તાનનો હિસ્સો છે. પાકિસ્તાને ભારત પર આરોપ મુક્યો છે કે, ભારતીય સેનાએ 1947માં જમ્મુ કાશ્મીર પર ગેરકાયદે કબજો કરી લીધો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પ્રમાણે કાશ્મીર સમસ્યાના ઉકેલની વાત કરી હતી.