તાજેતરમાં વલસાડ જિલ્લાના કલેકટરશ્રી આર. આર. રાવલ ગત તા. ૩૦ મી જૂને વયનિવૃત્ત થતાં જિલ્લા કલેકટરશ્રી વલસાડ તરીકે બઢતીથી નવનિયુકત થયેલા વર્ષઃ ૨૦૧૩ની બેચના સુશ્રી ક્ષિપ્રા અગ્રે (આઇ.એ.એસ.)એ આજે તા. ૦૧ લી જુલાઇના રોજ તેમના વલસાડ કલેકટર તરીકેનો હોદ્દાનો અખત્યાર સંભાળી લીધો છે. નવનિયુકત વલસાડ કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા અગ્રેએ તેમની કારર્કિદીની શરૂઆત વલસાડ જિલ્લા ખાતેથી વર્ષ ૨૦૧૫માં શરૂ કરી હતી તેઓ વલસાડ પ્રાંત તરીકે તા. ૧૮ મી ડિસેમ્બર થી એપ્રિલ- ૨૦૧૭ સુધી રહયા હતા. વલસાડ પ્રાંત તરીકે તેઓનુ જિલ્લાના વિકાસમાં યોગદાન ઘણું સારૂ રહયું હતું. ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તા. ૧ લી મે ૨૦૧૭ થી તા. ૦૩ જી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી રહયા હતા. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમણે ભરૂચ જિલ્લામાં સારી કામગીરી કરી હતી ત્યારબાદ સરકારશ્રીએ તેમને સુરત ખાતે રીજીયોનલ કમિશનર મ્યુનિસિપાલીટીઝ તરીકે બદલી કરતાં તેઓએ ૦૪ થી સપ્ટેમ્બર થી ૩૦ મી જૂન સુધી સુરત ઝોનમાં આવતી તમામ જિલ્લાઓની નગરપાલિકાના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા અગ્રે વલસાડ જિલ્લામાં પ્રાંત અધિકારી વલસાડ તરીકે જિલ્લાની પ્રજા માટે સફળ કામગીરી કરી હોઇ, તેઓને સરકારશ્રીએ વલસાડ ખાતે બઢતીથી કલેકટર તરીકે નિયુકિત આપતાં તેઓ વલસાડ જિલ્લાના વિકાસ માટે હવે તેમની કામગીરી કરશે.