ડોળાસામાં બે સગીર પુત્રોની માતાને તેનો જ ભાણીયો ભગાડી ગયાની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર મચાવી દીધી છે. સુત્રો પાસેથી ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, સૌરાષ્ટ્રન કોડીનાર નજીક આવેલા ડોળાસા ગામે રહેતા જેન્તીભાઇ નરશીભાઇ સોલંકી હેરકટીંગ સલુન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી 18 વર્ષ પહેલાં જેન્તીભાઇને રિતી રિવાજ મુજબ ડેડાણની રીટા સાથે થયા હતા. લગ્નજીવનમાં તેઓને બે સંતાનોમાં પુત્રો છે. જેમાં 16 વર્ષના પુત્રનું નામ કાર્તિક અને 12 વર્ષના છોકરાનુ નામ અમીત છે. હાલ જેન્તીભાઇની વય 40 વર્ષ અને રીટાની વય 38 વર્ષ છે. સ્વભાવે સીધા સાદા જેન્તીભાઇની પત્ની રીટા ફેશનેબલ છે. છેલ્લા આઠેક માસથી રીટાની ઊનાના કાકેડી મૌલીમાં રહેતી પિત્રાઇ બહેન લીલીબેન નારણભાઇ ભેડાના પુત્ર ઘનશ્યામની સગાઇ કરવાની હોવાથી તે ડોળાસા જેન્તીભાઇને ઘેર આવતા થયા હતા.
જે દરમિયાન રિટાબેન અને ઘનશ્યામની આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેન્તીભાઇ દુકાને જાય એટલે મોટા પુત્ર કાર્તિકની હાજરીમાં જ રીટા અને ઘનશ્યામ પ્રણયફાગ ખેલતા રહ્યા હતા. વાત એટલે સુધી પહોંચી હતી કે, તે બંનેએ સાથે ઘરસંસાર માંડવા પ્લાન ઘડ્યો હતો. દરમિયાન તા. 20 ફેબ્રુ.ના રોજ જેન્તીભાઇ દુકાને ગયા બાદ રીટાએ બંને પુત્રોને ખોડિયાર મંદિરે પ્રસાદ લેવા મોકલી ઘરમાં પડેલા રૂા.10 હજાર અને સોનાની બુટ્ટી લઇ કોઇને કાંઇ કહ્યા વિના ચાલી ગઈ હતી. રીટાએ ઊના પહોંચી ત્યાંથી ઘનશ્યામ સાથે બીજા સ્થળે ભાગી ગઈ હતી. દરમ્યાન રીટા ઘરે ન મળતાં જયંતીભાઈને તેના પુત્ર કાર્તિકે માતા અને તેના પ્રેમીના લફરાંની વાત કરી હતી. બીજી તરફ રીટાએ પુત્રને ફોન કરી માંરી નાંખવા પણ ધમકી આપી હતી. ઘટના અંગે જેન્તીભાઇએ આપેલી લેખીત ફરિયાદને આધારે કોડીનાર પોલીસે તપાસ શરૂ કરી છે. માસીને ભગાડનાર ઘનશ્યામના લગ્ન જાફરાબાદ તાલુકાના નિંગાળા ગામે થયા હતા. પણ તેની પત્ની બીજા સાથે નાસી જતાં તે બીજા લગ્ન માટે ડોળાસા જતો રહેતો હતો. આ દરમિયાન તેને રીટા સાથે સંબંધો બંધાયા હતા.