2020ના માર્ચ મહિના બાદ સમગ્ર દુનિયામાં કરે મચાવી રહેલા કોરોના વાયરસનું સંકટ હજી ટળ્યું નથી. આજે પણ દુનિયામાં વેકસીનેશન કાર્યક્રમ થકી વાયરસ પર કાબૂ મેળવવાની મથામણ ચાલી રહી છે. કોરોનાને કારણે દુનિયાની સામાજિક તથા આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ છે. ભારત જેવા દેશમાં લાખો લોકોએ રોજગારી ગુમાવી અને વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે. જો કે, આ જ સમયગાળામાં એટલે કે, ૨૦૨૦માં ભારતમાં હાઇ નેટવર્થ ઈન્ડિવિડયુઅલ્સની સંખ્યામાં ૫.૯%નો વધારો નોંધાયો હતો હોવાનો દાવો એક અહેવાલમાં કરાયો છે. 2014 આસાપસાપ એશિયા-પેસિફિક ક્ષેત્રનો ધનકુબેરો અને તેમની સંપત્તી મામલે દબદબો હતો. કિન્તુ પાંચ વર્ષ બાદ ૨૦૨૦માં આ તમામ રેકોર્ડ ઉત્તર અમેરિકાએ પોતાના નામે કરી લીધા છે. ઊંચકાતું જતું ઈક્વિટી માર્કેટ, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોત્સાહક પેકેજ વિગેરે જેવા કારણોએ નોર્થ અમેરિકાને એશિયા પેસેફિકને પાછળ રાખી દેવામાં મદદ કરી હતી અને ૨૦૨૦માં તે HNWIની વસ્તી અને તેમની સંપત્તિ એમ બન્ને મોરચે લીડર રહ્યું હતું.
આ વૃદ્ધિ એસિયા પેસેફિક રિજનની સરેરાશ વૃદ્ધિની સરખામણીએ સહેજ વધારે છે. પરંતુ દુનિયામાં આ બાબત પર નજર કરાય તો ૨૦૨૦માં વૈશ્વિક મોરચે HNWIની વસ્તીમાં ૬.૩%નો વધારો અને સંપત્તિમાં ૭.૬%નો વધારો નોંધાયો હતો અને તે ૮૦ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગયો છે તેમ કેપજેમિનીના વર્લ્ડ વેલ્થ રિપોર્ટમાં જણાવાયું હતું. અહેવાલમાં સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું છે કે, 2019ના વર્ષમાં ભારતમાં ધનકુબેરોની સંખ્યા ૨૬૩ હતી. જે ૨૦૨૦માં વધીને ૨૭૮ ઉપર પહોંચી ગઈ છે. પાછલા ૨૫ વર્ષ દરમિયાન આ HNWI લોકો તેમના રોકાણમાં વધુ રસ દાખવતા થયા છે. અને હવે વધારે અને વ્યાપક એડવાઇઝરી થકી તેનું રોકાણ કરી રહ્યા છે. બુલિશ માર્કેટમાં HNWI એ પોતાના રોકાણને સેલ્ફ-ડાઇરેક્ટ કરવાનું વલણ નોંધાવ્યું હતું. પરંતુ કટોકટીના કાળ અને બજારમાં અસ્થિરતાના સમયે આવા ધનિકો ફરીથી એડવાઇઝર્સની મદદ લેવા માંડ્યા છે.