ધારી-ગીરના દલખાણિયા રેન્જના અમૃતપુર ગામે દિપડાએ મચાવેલા આતંકથી આખા પંથકમાં ફફડાટ ફેલાયો છે. આ ગામમાં એક વૃદ્ધને ઝાડ સાથે સાંકળથી બાંધવામાં આવ્યા હતા. જેને ત્યાં આવી પહોંચેલા દીપડાએ ફાડી ખાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ હતી. દીપડાના હુમલાનો ભોગ બનેલા વૃદ્ધની ઉંમ2 77 વર્ષની છે. વન વિભાગ અને પોલીસ દ્વારા વૃદ્ધને કોણે બાંધી રાખ્યા તેની તપાસ શરૃ કરાઈ છે. ઘટના અંગે પ્રાપ્ત થતી સૌરાષ્ટ્રમાં ગત મહિને જ હિંસક પ્રાણીઓની સંખ્યામાં વધારો થયાના અહેવાલો સત્તાવાર રીતે નોંધાયા હતા. જે બાદ સરકાર તો હરખાઈ હતી. પરંતુ આ હિંસક પ્રાણીઓ હવે માનવ જીંદગી માટે પણ ખતરારૃપ બની ગયા છે. બુધવારે સવારે અમરેલી જિલ્લાના ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં આવી જ એક ઘટના બની હતી. અમૃતપર ગામના વાડી વિસ્તારમાં 77 વર્ષીય વૃદ્ધ મનુભાઈ સાવલિયાને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. જેને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ આદરી તો જણાયુ કે વૃદ્ધના હાથમાં સાંકળ હતી. આ સાંકળ દ્વારા વૃદ્ધને તે વાડીમાં જ બાંધીને રખાયા હતા. આ વૃદ્ધને પોતાના ઘરમાં સાંકળથી બાંધી રાખવામાં આવ્યા હતા. એ જ કારણે તેઓ દીપડાનો શિકાર બની ગયા હતા. મૃતક વૃદ્ધ જન્મથી જ અંધ હોવાથી તેઓને તેના પરિવારજનો 30 વર્ષથી સાંકળ વડે બાંધીને રાખતા હતા. જો કે, દીપડા દ્વારા ગામમાં આવી વૃદ્ધને ફાડી ખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગે ઘટના બાદ વિસ્તારમાં ફરતા દીપડાને પકડવા કવાયત હાથ ધરતા પાંજરુ ગોઠવ્યુ છે.