સુરતમાં શારિરિક છેડછાડને મામલે ટ્રાવેલ કાફોના માલિક વિવાદમાં આવ્યા છે. એક પરિણીતાએ તેના પર આરોપ મુકવા સાથે પોલીસનુ શરણું લેતા ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે કતારગામ કેન્સર હોસ્પિટલ પાસે તુલસી રેસીડેન્સીમાં રહેતાં અને ધ ટ્રાવેલ કાફેના સંચાલક તથા કુમાર જ્વેલર્સના ભાગીદાર 43 વર્ષીય હર્ષદ રામજી તેજાણી સામે પોલીસ મથકે નોંધાયેલા બળાત્કારથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદમાં પરિણીએ જણાવ્યું છે કે, જહાંગીરપુરામાં રહેતી 27 વર્ષીય પરિણીતાને ટ્રાવેલ કાફેના માલિક હર્ષદ તેજાણીએ નોકરીની લાલચ આપી હતી. જે બાદ તેજાણીની નજર તે પરિણીતા પર બગડી હતી. પહેલાં અંકલેશ્વરમાં રહેતી 27 વર્ષીય પરિણીતા પહેલી માર્ચથી જ પતિ સાથે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેવા માટે આવી હતી. તેણીએ ફેસબુક ઉપર હર્ષદ રામજી તેજાણીની ટ્રાવેલ કાફેની જાહેરાત જોઇને તેમનો સંપર્ક કર્યો હતો. જે બાદ તે બંને વચ્ચે છેલ્લાં કેટલાંક વખતથી વાતચીતનો દોર શરૃ થયો હતો.
દરમિયાન 25 ફેબ્રુઆરીએ હર્ષદે તે પરિણીતાને ફોન કરીને વરાછા રોડ વિસ્તારમાં મળવા માટે બોલાવી હતી. હર્ષદે આ વખતે તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. જો કે, ડરી ગયેલી પરિણીતાએ આ વિશે કોઈને કાંઈ કહ્યું ન હતુ. જે બાદ ગત સોમવારે હર્ષદ તેજાણીએ તે પરિણીતાને ફી ફોન કરીને નોકરી પર હાજર થઈ જવા કહ્યું હતુ. જોકે, પરિણીતાએ હર્ષદ તેજાણીને કહ્યું હતુ કે તે પોતે હજુ નવી નવી જ સુરત રહેવા આવી છે. જેથી 15મી માર્ચ પછી નોકરી પર આવી શકે તેમ છે. બીજી તરફ હર્ષદે તેના ઘરે આવવા કહેતા પરિણીતાએ કમને તેને હા પાડી હતી. જે બાદ તેજાણી તેના ઘરે પહોંચી ગયો હતો. જો કે, તે પછી હર્ષદે તે પરિણીતાને ધમકી આપી હતી કે, તેને તેની સાથે સબંધ છે તેવું તે જાહેર કરી દેશે. આમ કહીને તેણે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારતા મામલો હવે પોલીસ સુધી પહોંચી ગયો છે. ઘટના અંગે આરોપીની ધરપકડ કરી હતી.