વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબોને ધાબળા ઓઢાવાયા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ ઠડી ની સીઝન ને દયાન માં લઇ ગરીબ જરૂરિયાત મંદ લોકો ની વારે આવતા જોવા મળ્યા છે પ્રાપ્ત વિગત મુજબ વાપી સોશ્યિલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠડી ની સીઝન માં રાત્રે વાપી પંથકમાં ગરીબ અને જરૂરિયાત મદ લોકો ની મદદે આવ્યા હતા આ ગ્રુપ ના સબ્યો છેલ્લા 4 વર્ષ થી સમાજ ને ઉપયોગી સમજસેવાની પ્રવુતિ ઓ કરે છે.
ગ્રુપ ના પ્લાનિંગ મુજબ ગ્રુપ ના સભ્ય ગઈ રાત્રે વાપી ટાઉન માં ભેગા થયા હતાં ત્યાર બાદ ગ્રુપ ના સભ્યો સાથે મળીને ઠંડી થી થરથરતા ગરીબ પરિવારોને ગ્રુપ ના સબ્યો દ્વારા બ્લેન્કેટ ( ગરમ ધાબળા ) નું વિતરણ કરવામાં આવ્યું હતું. વાપી ટાઉન , ઝંડાચોક, ચલા, કાબરસ્તાન રોડ , જુના ફાટક ,હાઈવે તથા બલિથા તેમજ ગુજન ના આજુબાજુ ના વિસ્તારો માં બ્લેન્કેટો નું વિતરણ કર્યું હતું.
વાપી સોશ્યિલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ માં લગભગ 55 સભ્યો નિસ્વાર્થ ભાવે તન,મન, ધન થી સમાજ સેવા છેલ્લા 4 વર્ષથી કરતા આવ્યા છે વાપી સોશ્યિલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ને આવી સમાજ સેવા ના કર્યો કરવા બદલ 15 જેટલી સંસ્થા ઓ સન્માનપત્ર આપી આ ટ્રસ્ટને સન્માનિત કર્યા છે