બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસ રસપ્રદ બની રહી છે. ચૂંટણી પ્રચાર જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ બંને ઉમેદવારો વચ્ચેની ચર્ચા પણ તેજ બની રહી છે. રવિવારે બીજા તબક્કાની ચૂંટણીની પ્રથમ ચર્ચા દરમિયાન બંને ઉમેદવારોએ એકબીજા પર ઉગ્ર આક્ષેપો કર્યા હતા. વાસ્તવમાં આ ચૂંટણીમાં ડાબેરી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વર્તમાન રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની સામે ચૂંટણી મેદાનમાં છે.પ્રચારના પ્રથમ રાઉન્ડ દરમિયાન લુલા દા સિલ્વાને 48% વોટ મળ્યા, બોલ્સોનારોને 43% વોટ મળ્યા.
લુલાએ ઉઠાવ્યો કોવિડના મોતનો મુદ્દો
ચૂંટણી પ્રચાર દરમિયાન લુલા દા સિલ્વાએ કોરોના દરમિયાન મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, મહામારીને કારણે બ્રાઝિલમાં 680,000 લોકોના મોત થયા છે, જ્યારે આમાંથી અડધા લોકોને બચાવી શકાયા હોત. તેમણે બોલસોનારો સરકાર પર કોવિડ રસીની ખરીદીમાં વિલંબ કરવાનો અને અપ્રમાણિત સારવારને આગળ વધારવાનો આરોપ લગાવ્યો.
બોલ્સોનારોએ ભ્રષ્ટાચાર અંગે લુલાની નિંદા કરી
તે જ સમયે, બોલ્સોનારો પણ લુલા સામે ખૂબ જ આક્રમક દેખાતા હતા. “લુલાની પાર્ટીએ તેના 14 વર્ષના શાસન દરમિયાન દેશને ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં ધકેલી દીધો છે. લુલા સહિત ડઝનબંધ વેપારી નેતાઓની એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. જેમને લાંચ માટે જેલમાં જવું પડ્યું હતું.