ઈંગ્લેન્ડમાં 33 વર્ષીય મહિલાની કુખે સવા પાંચ કિલો વજન ધરાવતુ બાળક અવતર્યું છે. આ મહિલા જયારે સગર્ભા હતી તે સમયે પેટ એટલું બધુ મોટું થઈ ગયું હતુ કે, તેને લાગ્યું કે, જોડીયા બાળકોનો જન્મ થશે. ખુદ આ મહિલાની સારવાર લેનારા તબીબો પણ જોડિયા બાળકનું અનુમાન કરી રહ્યા હતા. જો કે, જેડ બાયરે આખરે 5.15 કિલોનું વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. આ સાથે જ આ મહિલાએ સૌથી વજનવાળા બાળકને જન્મ આપવામાં રકોર્ડ કર્યો છે. આ પહેલાં ઈસ 1899માં સૌથી વધુ વજનવાળા બાળકનો જન્મ થયો હતો. તે સમયે જન્મેલા બાળકનું વજન લગભગ 9.98 કિલોગ્રામ હતું.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ બાબતની નોંધ કરવામાં આવી છે. આ નોંધ મુજબ અત્યાર સુધી સૌથી વધુ વજનવાળા બાળકનો જન્મ 19 જાન્યુઆરી 1899માં ઓહિયોના સેવિલેમાં થયો હતો. જેનું વજન 22lb એટલે કે લગભગ 9.98 કિલોગ્રામ હતું. જયારે તે બાળકની ઉંચાઈ 28 ઈંચ હતી. જો કે, જન્મના 11 કલાક બાદ તે બાળકનુ મોત થઈ ગયું હતુ. આ ઘટના બાદ હાલ બ્રિટનની મહિલા જેડ બાયરે 5.15 કિલોગ્રામના બાળકને જન્મ આપીને રેકોર્ડ બનાવ્યો છે. ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર બ્રિટનની વોર્સેસ્ટરશાયરની રહેવાસી 33 વર્ષીય જેડ બાયરને 10 મહિના પહેલા ગર્ભ રહી ગયો હતો. જે બાદ સાત-આઠ મહિને તેનું પેટ એટલું બહાર આવી ગયું હતું કે તેને લાગ્યું હતું કે જોડિયા બાળકો થશે.
જેડ બાયરે 5 એપ્રિલના રોજ વોર્સેસ્ટરશાયર રોયલ હોસ્પિટલમાં દીકરા રોની-જે ફ્યુટ્રેલને જન્મ આપ્યો હતો, જેનું વજન લગભગ 5.15 કિલોગ્રામ હતું. આ પહેલાં તેણીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જો કે, આ વખતે પેટ મોટુ રહ્યા છતાં તેણીએ એક બાળકને જન્મ આપ્યો છે. જેડ બાયરે જણાવ્યું કે, ‘તેનો પુત્ર રોની-જે ફ્યુટ્રેલ એટલો મોટો છે તેને નવજાત શિશુઓના કપડા પહેરાવી શકાતા નથી. જન્મના સમયે તેને ત્રણથી છ મહિનાના બાળકના કપડા પહેરાવામાં આવ્યા હતા.