ફૂટબોલમાં રોનાલ્ડોના નામે સૌથી વધુ 760 ગોલ કરવાનો વધુ એક રેકોર્ડ નોંધાયો છે. દુનિયામાં ફૂટબોલ ખૂબ જ લોકપ્રિય રમત છે. જેના ઇતિહાસમાં સૌથી વધારે ગોલનો વિવાદ છે.
ગ્લોબલ ગવર્નિંગ બોડી ફિફાએ ગોલ અંગે કોઈ રેકોર્ડ રાખ્યો ન હોવાથી આ વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. દરમિયાન કેટલાક મીડિયા દાવો કરવા માંડ્યા છે કે, રોનાલ્ડોએ ગોલ સ્કોરિંગની યાદીમાં ટોચ પર રહેલા ઓસ્ટ્રો-ઝેક ખેલાડી જોસેફ બાઇકેનને પાછળ છોડી દીધો છે. બાઇકેનની સાથે બ્રાઝિલિયન સ્ટ્રાઇકર પેલે અને રોમારિયોએ પણ એક હજારથી ગોલ કર્યાનો દાવો મીડિયાના અહેવાલોમાં થઈ રહ્યો છે. જો કે, મીડિયાના અહેવાલોમાં આ 3 ખેલાડીના જે ગોલની ગણતરી કરાય છે તેમાં એમેચ્યોર, બિનસત્તાવાર અને ફ્રેન્ડલી મેચમાં થયેલા ગોલને પણ ગણતરીમાં લેવાયા છે. ૩૫ વર્ષીય રોનાલ્ડ તેની કારકિર્દીમાં ટેલીમાં ચાર ક્લબ તરફથી રમ્યો છે, તે અને પોતાના દેશ પોર્ટુગલ તરફથી જે રમત રમ્યો તે તમામને ગણતરીમાં લઈ લેવાય છે. રોનાલ્ડોએ પોર્ટુગલ વતી ૧૦૨ ગોલ ઉપરાંત સ્પોર્ટિંગ ક્લબ લિસ્બન તરફથી રમતા પાંચ ગોલ કર્યા હતા. આ ઉપરાંત માંચેસ્ટર યુનાઇટેડ તરફથી રમાયેલી રમતમાં ૧૧૮, રિયલ મેડ્રિડ વતી રમતા ૪૫૦ ગોલ કર્યા હોવાનું રેકોર્ડમાં છે. યુવેન્ટસ તરફથી રમતા પણ રોનાલ્ડોએ ૮૫ ગોલ કર્યા હતા. જયારે તેના હરીફ લાયોનલ મેસીએ એક જ ક્લબ બાર્સેલોના તરફથી રમતા ૬૪૪ ગોલ કર્યા હોવાનું નોંધવામાં આવ્યું છે.